Skip to main content

Posts

Showing posts from January, 2025
 
 
 
 
 તારું મનમોહક સ્મિત, તારી રેશમી જુલ્ફો, તારા કોમળ હાથ, સંમોહક નેત્રો, કમાન શી ભ્રમરો, રતુંબડા હોઠ, તારા શરીર ની માદક સુગંધ, તારા નાજુક નમણા હાથ, તારો એ પ્રથમ સ્પર્શ, તારી સાથેની પ્રથમ મુલાકાત, તારા એ ગાલ માં પડતા ખંજન, મને આજે પણ વિહવળ કરી મૂકે છે, હવે તો ઝંખું સાથ તારો કાયમ માટે.  ઓ હમસફર આવી જા હવે કાયમને માટે. આ દિલ તડપે છે તારા માટે. ખુલ્લાં છે ઘર ના દ્વાર તારા માટે.
 *તારા વિના*  સુનું સુનું લાગે છે તારા વગર, નથી ચેન દિલ ને તારા વગર. હજી એમ જ લાગે છે કે હમણાં આવીશ તું, હજી વિશ્વાસ નથી આવતો કે નથી જીવનમાં તું. તારી યાદો નો ખજાનો પણ તું લઈ જા તારી સાથે, નથી તું એનો અહેસાસ  કરાવે છે,અને તાંડવ મચાવે છે માથે. વારે વારે આવે છે જીભે તારું નામ, કેમ મિટાવું દિલ પરથી તારું નામ! ઘર ની પ્રત્યેક વસ્તુ માં છે તારો સ્પર્શ  દિલ પરથી કેમ મિટાવી તારી યાદો નો સ્પર્શ! તારો ઘંટડી જેવો આવાજ ગુંજે છે કાનમાં , કેમ કરી ને ભુલાવે હું આવે છે હર પલ મન માં. છે હજી મો માં તારી વાનગીઓ નો સ્વાદ, લાગે છે કડવો તારા વિના જિંદગી નો સ્વાદ.  ખુશ્બુ  મીઠી ફેલાયેલી છે તારી પૂરા ઘર માં, નથી મિટાવવાની  તાકાત કોઈ ડીઓ કે કોઈ પરફયુંમ માં. મહેકી રહ્યું હતું જે ઘર તારા આવવાથી , સુનું થઈ ગયું જીવન તારા અચાનક જવાથી.                                            - વિધી.
 
 *"પ્રેમ"*  કેટલી હદે પ્રેમ કર્યો હશે  તને, તારા સિવાય કોઈ ના લાગે મારું મને. દિલ ની તું આદત બની ગઈ છે, પણ આ આદત પણ બહુ ખૂબસૂરત છે. લોકો મને માને છે કઠોર હ્રદય, પણ બસ તારા જ માટે ધબકે છે મારું હૃદય. સમય પણ થંભી જાય છે આપણી એ મુલાકાતે વાતો અધૂરી જ રહી જાય છે દરેક મુલાકાતે. ઘણી વાતો કરવી હોય છે મારે તને, તો જ કહી શકું જો આવ તું મારી કને. ના કરીશ હું ગુસ્સો જે છે મારો  બેહદ, પ્રેમ કરીશ  હું તને જ  જે છે બેહદ. તું અને હું બસ એટલું જ મારું શમણું, બેચેન છે દિલ ક્યારે બને હકીકત મારું શમણું.                                                     - વિધી.
 Name: Mehta Vidhi S.  City: Jamanagar. તારા શરીર ની મહેક મચાવે દિલ માં રોમાંચ, ક્યારેય તને નહિ હું આવવા દઉં એક આંચ. તારા હોઠ પર ની લાલી,  છું હું એના વિના ખાલી. તારું આ મારા વિના રડવું, લાગે મને મારું જીવવું કડવું. મારી એક એક ધડકન માં છે તારું નામ, કેમ કરી ને શરમાય છે મારા થી આમ. તારી પાયલ ની ખનક પર આવી ગયું મારું દિલ, તારા વિના  ક્યાંય ના લાગે આ મારું દિલ. તારી આ કાજલ ભરી આંખો એ કર્યો મને ઘાયલ, પહેરાવવી છે તને મારે મારા હાથ થી પાયલ. ખળખળ વહેતી નદી જેવી છે તારો સાદ, તારી સાથે વિતાવેલ પળો ની આવે છે મને યાદ. તારા ગૌર કપાળ પર ચમકે છે આ બિંદી, હું ઇચ્છુ કે કાયમ હોય ત્યાં મારા નામની બિંદી. તારું આ મારા વિના રડવું, લાગે મને મારું જીવવું કડવું.
 
 
 
 
 
 
 
 Name: Mehta Vidhi S.  City:     Jamnagar.                          *બ્લાઈન્ડ ડેટ*      અર્જુન અને વામિકા ના  અરેંજ મેરેજ હતા. બંને ના મેરેજ ને  દસ વર્ષ થઈ ગયાં. બે બાળકો સાથે બંને એક નોર્મલ લાઇફ જીવી રહ્યા હતાં. અર્જુન ને એક શાંત, સુંદર અને સંસ્કારી  પત્ની, બે ફૂલ જેવા માસૂમ બાળકો,અને આલીશાન ઘર અને નોકર ચાકર તથા કરોડો ના કારોબાર સાથે તેની લાઇફ સેટ હતી. ના કોઈ ઝઘડા, ના કોઈ તકરાર કે વિવાદ વગર અર્જુન પોતાના બિઝનેસ માં વ્યસ્ત જ્યારે વામીકા પોતાની ઘર ગૃહસ્થી અને પોતાના બંને છોકરા ઓ ના ઉછેરમાં વ્યસ્ત હતી. બંને એક બીજાથી ખુશ હતા. સમાજ માં દરેક લોકો સુખી કપલ તરીકે અર્જુન અને વામિકા નું  જ ઉદાહરણ આપતા હતા.            એક દિવસ વામિકા પોતાના આ 'સો કોલ્ડ' સુખી સંસાર થી ત્રસ્ત થઈ ગઈ. કેટલાય સમય થી તે આ હેપી  કપલ  ના ટેગ પાછળ પોતાની નીરસ લાઇફ થી ત્રસ્ત હતી. પોતાની આ  નીરસ લાઇફ માં રોમાંચ ઉમેરવા તેણે પોતાના મોબાઈલ માં એક ડેટિંગ એપ ઇન્...