Skip to main content

 Name: Mehta Vidhi S. 

City:     Jamnagar.


                         *બ્લાઈન્ડ ડેટ*


     અર્જુન અને વામિકા ના  અરેંજ મેરેજ હતા. બંને ના મેરેજ ને  દસ વર્ષ થઈ ગયાં. બે બાળકો સાથે બંને એક નોર્મલ લાઇફ જીવી રહ્યા હતાં. અર્જુન ને એક શાંત, સુંદર અને સંસ્કારી  પત્ની, બે ફૂલ જેવા માસૂમ બાળકો,અને આલીશાન ઘર અને નોકર ચાકર તથા કરોડો ના કારોબાર સાથે તેની લાઇફ સેટ હતી. ના કોઈ ઝઘડા, ના કોઈ તકરાર કે વિવાદ વગર અર્જુન પોતાના બિઝનેસ માં વ્યસ્ત જ્યારે વામીકા પોતાની ઘર ગૃહસ્થી અને પોતાના બંને છોકરા ઓ ના ઉછેરમાં વ્યસ્ત હતી. બંને એક બીજાથી ખુશ હતા. સમાજ માં દરેક લોકો સુખી કપલ તરીકે અર્જુન અને વામિકા નું  જ ઉદાહરણ આપતા હતા. 

          એક દિવસ વામિકા પોતાના આ 'સો કોલ્ડ' સુખી સંસાર થી ત્રસ્ત થઈ ગઈ. કેટલાય સમય થી તે આ હેપી  કપલ  ના ટેગ પાછળ પોતાની નીરસ લાઇફ થી ત્રસ્ત હતી. પોતાની આ  નીરસ લાઇફ માં રોમાંચ ઉમેરવા તેણે પોતાના મોબાઈલ માં એક ડેટિંગ એપ ઇન્સ્ટોલ કરી.  એક અજાણ્યા વ્યક્તિ સાથે ડેટિંગ કરવાનું નક્કી કર્યું. 

         થોડા દિવસ તો  તેને થયું કે ના આ ખોટું છે પણ જસ્ટ એમ જ  ખાલી વાત ચીત કરવા  તેણે એ  એપ ઇન્સ્ટોલ કરી. આખરે  તે સાઈટ પર તેને એક વ્યક્તિ મળી. AJ  નામ ની એક વ્યક્તિ સાથે તેણે વાત ચિત શરૂ કરી. ડેટિંગ સાઇટ પર નામ ખોટા જ હોય! તેણે પોતાનું નામ વાઈન રાખ્યું હતું!! સાચા અર્થ માં બે છોકરા ની માતા બન્યા બાદ પણ તેણે પોતાનું ફિગર જાળવી રાખ્યું હતું. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

        AJ  એક ખૂબ જ અલગ વ્યક્તિ હતો. નિખાલસ અને જોલી  પર્સન હતો. છોકરીઓ ને કેમ પટાવવી  એ તેને આવડતું હતું. છોકરીઓને ખૂબ હસાવો અને થોડા તેના વખાણ કરો એટલે બસ છોકરી તમારી!!  થોડા દિવસ ની મિત્રતા બાદ એક દિવસ જ્યારે વાઈને AJ  ને પૂછ્યું," શું કરે છે?", ત્યારે AJ  એ કહ્યું ,"બસ ખોવાયેલો છું. તું આવ, કંઇક મદદ કર તો કદાચ મળી જાઉં. ","ક્યા ખોવાયેલ છો?" AJ એ કહ્યું,", "બસ, તારા ખ્યાલો માં ખોવાયેલો છું. "અને બંને હસી પડ્યા! 

      વામિકાં ને ધીમે ધીમે આ છોકરા સાથે ચેટ કરવી ગમવા લાગી. અર્જુને  ક્યારેય  તેની સાથે ફ્લર્ટ નહતું કર્યું, તેમના અરેંજ મરેજ હતા તેથી એવા શબ્દો અર્જુને ક્યારેય તેને કહ્યા જ નહોતા. 

     એક દિવસ સવારે  વાઇને AJ ને પૂછ્યું, "શું કરે છે?" તેણે કહ્યું ,"બસ જીમ જઈ ને આવ્યો" . વાઈને કહ્યું, "મને તારા પરસેવા ની સુગંધ સુંઘવી ગમશે." AJ  એ કહ્યું," એના માટે તો આપણે મળવું પડશે." વાઈને કહ્યું ,"ઠીક છે ,થોડા દિવસ બાદ મળીએ"

     AJ એ એક દિવસ વાઈન ને  કહ્યું," મારે તારી સાથે ડેટ પર જવું છે મારે તને બ્લેક કલર ના ટૂંકા કપડાં માં જોવી છે!!!. તને હુ કેવા કપડા માં ગમીશ?" વાઈને કહ્યું "મનેં તું ટીશર્ટ માં  બહુ ગમશે. બાકી મને તો તારો નેચર બહુ ગમે છે."

        બંને આખા દિવસ દરમિયાન ફ્રિ થાય ત્યારે ચેટ કરતા. AJ  ફ્લર્ટ કરતા કહેતો," હવે તું મારી આદત બની ગઈ છે. તારા સાથે વાત કર્યા વગર રહી શકાતું નથી. તું તારા નામ ની જેમ જ નશીલી છો. અને આ નશો રોજ રોજ વધતો જ જાય છે!! વિચારું છું તું મેસેજ માં આટલી નશીલી છો તો, હકીકતમાં તો હું તને જોઉ તો તારો નશો જિંદગીભર છવાયેલો  જ રહે!! તારે પરફ્યુમ લગાવવાની જરૂર જ નહિ પડતી હોય, તારા બદન માંથી જ એક અનોખી મહેક આવે છે!!"

      વાઈન હસી પડતી. Aj  તેને પૂછતો ,"તને ડાન્સ પસંદ છે??" વાઈન કહેતી ,"હા, બહુ જ." AJ એ કહ્યું,"ભલે આપણે મળશું ત્યારે આપણે કપલ ડાન્સ કરીશું. મને તો છોકરી હંમેશા પતલી જ ગમે. કદાચ તું પણ પાતળી જ હોઈશ." વાઈન હસી પડતા બોલી," વાહ! હા હું પાતળી જ છું. પણ તને કેમ ખબર પડી ગઈ?" AJ એ કહ્યું, "મન ની આંખો થી તને જોઈ શકુ છું, ફીલ કરી શકું છું, સ્પર્શ કરી શકું છું. તું એકદમ નાજુક, નમણી, અને પ્રેમાળ હ્રદય વાળી છો. તારું હાસ્ય ખૂબ જ અલગ છે. તારી બોલી, તારો અવાજ સાંભળ્યો નથી છતાં કલ્પી શકું કે  રણકતી ઘંટડી જેવો હશે. તને તો જિંદગીભર સંભાળી ને રાખવી પડે એવી હોઈશ તું! તું જેને પ્રેમ કરીશ તેને દિલ ના ઊંડાણ થી પ્રેમ કરતી હોઈશ.હા હા, મને જ!! તું ખૂબ ખાસ છો!!".

     મેરેજ પહેલા વામિકાને ડાન્સ કરવો ખૂબ જ ગમતો. પરંતુ મેરેજ પછી ડાન્સ જેવી ઇત્તર પ્રવૃત્તિ અટકી ગઈ. પરંતુ આજ ઘણા વર્ષો પછી આ વાત નો ઉલ્લેખ થયો.  તેણે હવે ફ્રી ટાઇમ માં ડાન્સ કરવાનું સ્ટાર્ટ કર્યું. પોતાના રૂમમાં બપોરે જમ્યા બાદ બધું કામ પતાવી ને નિરાંત ના સમય માં તે પોતાની જાતે જ સુંદર ડાન્સ શીખવા લાગી. 

        AJ અને  વાઈન હવે એક બીજા સાથે ખૂબ હળી મળી ગયા હતા. બંનેને એક  બીજા સાથે કલાકો સુધી ચેટ કરતા રહેતા. વાઈન ને શાયરી નો શોખ હતો. AJ તેના માટે અલગ અલગ રોમેન્ટિક શાયરીઓ તેને મોકલતો રહેતો. AJ એ બધું કરતો જે વાઈન ને ગમતું, અને વાઈન પણ AJ ને જે પસંદ હોય તે બધું કરતી.AJ વાઈન માટે સુંદર ગઝલો, શેરો - શાયરી, જોક્સ, બધું ભેગું કરી ને વાઈન ને મોકલતો રહેતો તથા વાઈન ને ખુશ રાખવાના પ્રયત્ન કરતો. વાઈન પણ પોતાના આ બદલાયેલ સ્વરૂપ થી ખુબ ખુશ હતી.  હવે AJ ખૂબ ખાસ વ્યક્તિ બની ગયો હતો તેની લાઇફ નો!!

       સુશીલ  વામીકાં હવે ધીરે ધીરે બદલાવા લાગી હતી. એક નાની સ્માઇલ તેના ચહેરા પર કાયમ રહેવા લાગી. AJ  ની વાતો તેને એક અલગ આનંદ આપતી હતી. જે વખાણ કે વાહવાહી તે પોતાના પતિ પાસેથી ઝંખતી હતી તે વખાણ AJ કરતો હતો. હવે ધીરે ધીરે તેણે પાર્લર માં જવાનું શરૂ કર્યું. સુંદર તો તે હતી જ, પરંતુ પાર્લર માં જઈને તે વધુ સુંદર દેખાવા ઈચ્છતી હતી.

      આખરે બંને એક દિવસ  સાંજે  એક ફાઈવ સ્ટાર હોટલ માં મળવા તૈયાર થયા. ફાઇવ સ્ટાર હોટલ માં વાઈન નક્કી કરેલા રૂમ માં પહેલા જ આવી ને તૈયાર થઈ ગઈ હતી. બ્લેક કલર ના ટૂંકા વસ્ત્રો માં તે ખુબજ સુંદર લાગી રહી હતી. Aj  આવ્યો. આખરે જે ક્ષણ ની  બંને રાહ જોતા હતા તે ક્ષણ આવી ગઈ. બંને એક બીજા ને જોઈ ને  આશ્ચર્યચકિત થઈ ગયાં કારણ કે AJ એ બીજું કોઈ નહિ પરંતુ અર્જુન જ હતો. પહેલા શોકડ થયા બાદ બંને ખૂબ જ હસવા લાગ્યા. AJ એ પૂછ્યું, "તને ખબર હતી કે હું જ છું? ",વાઈન બોલી "હા." અર્જુને પૂછ્યું,"કંઈ રીતે ?" વાઈન કહે,"તમે જ્યારે  હું તમારી પાસે હોવ ત્યારે AJ ઓફલાઈન જ રહેતો."  વાઈને  અર્જુન ને પૂછ્યું, "તમને ખ્યાલ  હતો કે હું જ વાઈન છું? " અર્જુન કહે," હા, શરૂઆત થી જ.!!! "

        " મારી પત્ની એના બાળકો માં એટલી વ્યસ્ત રહેતી કે  છેલ્લે ક્યારે  તેણે હેર કટ કરાવ્યા  હશે તે એને પણ યાદ નહિ હોય! પણ હમણાં ઓચિંતી એ  ડીઓ, સ્પ્રે, અને અન્ય બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતી હતી. પણ હું પણ મારી વામિકા ના  આ બદલાયેલા રૂપ,રંગ અને ઢંગ તથા તેની સિક્રેટ બાબતો થી ખુબ જ ખુશ હતો. વામિકા માં  છુપાયેલી વાઈન ને માણવાનો અવસર હું  ગુમાવવા નહતો ઈચ્છતો. એટલે જ તો તે કેટલીયે વારે કહ્યું ત્યારે જ તને મળવા હું તૈયાર  થયો. એની વે, મને તો હવે વાઈન જ ગમે છે. જેમ જૂની થાય છે એમ એ વધુ અસરદાર  બની રહી છે!!!"

      વામિકા એ પૂછ્યું," તો કદાચ હું ના હોત અને બીજી કોઈ છોકરી હોત તો તમે..... "AJ એ તેને રોકતા કહ્યું, "ના, મારી જિંદગી માં તું અને તું જ છો, છેલ્લા શ્વાસ સુધી. તું છો  એ ખબર પડી એટલે જ આટલો આગળ વધ્યો બાકી આટલે આગળ જ ના વધુ ને !!"

     અર્જુને તેની નજીક આવતા કહ્યું" અચ્છા મને તો હવે તારું આ નવું જ રૂપ ગમે છે. કદાચ આપણને  બંને ને એક બદલાવ ની  જરૂર હતી. જે આપણે  ખુદ જેવા છીએ તેવા જ રહીને એક બીજા ને પસંદ કરીએ, પ્રેમ કરીએ તો જ એ  પ્રેમ સાચો!!  આપણે આપણી પોતાની જાત ને છુપાવી ને એક બીજાને પસંદ હોય તેવા બની ને લગ્ન જીવન શરૂ કર્યું હતું. પરંતુ આજે આપણે જે રિયલ આપણે હતા એ  જ છીએ ,દસ વર્ષ પહેલાંના અર્જુન અને  વામિકા. એક 'હેપી કપલ', સંસ્કારી બની ને થાકી ગયો , મને તો હવે મારી આ ડેટિંગ પાર્ટનર જ ગમે છે. થોડો વખત બસ હવે આમ  જ આગળ વધીએ. "

       બસ, જિંદગી માં  એક નવા રોમાંચ સાથે, બદલાવ સાથે AJ અને વાઈન  રાત આખી એક બીજા માં ગુંથાયેલા રહ્યા, દામ્પત્ય જીવન માં સુગંધ પ્રસરતી રહી.

Comments

Popular posts from this blog