*તારા વિના*
સુનું સુનું લાગે છે તારા વગર,
નથી ચેન દિલ ને તારા વગર.
હજી એમ જ લાગે છે કે હમણાં આવીશ તું,
હજી વિશ્વાસ નથી આવતો કે નથી જીવનમાં તું.
તારી યાદો નો ખજાનો પણ તું લઈ જા તારી સાથે,
નથી તું એનો અહેસાસ કરાવે છે,અને તાંડવ મચાવે છે માથે.
વારે વારે આવે છે જીભે તારું નામ,
કેમ મિટાવું દિલ પરથી તારું નામ!
ઘર ની પ્રત્યેક વસ્તુ માં છે તારો સ્પર્શ
દિલ પરથી કેમ મિટાવી તારી યાદો નો સ્પર્શ!
તારો ઘંટડી જેવો આવાજ ગુંજે છે કાનમાં ,
કેમ કરી ને ભુલાવે હું આવે છે હર પલ મન માં.
છે હજી મો માં તારી વાનગીઓ નો સ્વાદ,
લાગે છે કડવો તારા વિના જિંદગી નો સ્વાદ.
ખુશ્બુ મીઠી ફેલાયેલી છે તારી પૂરા ઘર માં,
નથી મિટાવવાની તાકાત કોઈ ડીઓ કે કોઈ પરફયુંમ માં.
મહેકી રહ્યું હતું જે ઘર તારા આવવાથી ,
સુનું થઈ ગયું જીવન તારા અચાનક જવાથી.
- વિધી.
Comments
Post a Comment