Name: Mehta Vidhi S.
City: Jamanagar.
તારા શરીર ની મહેક મચાવે દિલ માં રોમાંચ,
ક્યારેય તને નહિ હું આવવા દઉં એક આંચ.
તારા હોઠ પર ની લાલી,
છું હું એના વિના ખાલી.
તારું આ મારા વિના રડવું,
લાગે મને મારું જીવવું કડવું.
મારી એક એક ધડકન માં છે તારું નામ,
કેમ કરી ને શરમાય છે મારા થી આમ.
તારી પાયલ ની ખનક પર આવી ગયું મારું દિલ,
તારા વિના ક્યાંય ના લાગે આ મારું દિલ.
તારી આ કાજલ ભરી આંખો એ કર્યો મને ઘાયલ,
પહેરાવવી છે તને મારે મારા હાથ થી પાયલ.
ખળખળ વહેતી નદી જેવી છે તારો સાદ,
તારી સાથે વિતાવેલ પળો ની આવે છે મને યાદ.
તારા ગૌર કપાળ પર ચમકે છે આ બિંદી,
હું ઇચ્છુ કે કાયમ હોય ત્યાં મારા નામની બિંદી.
તારું આ મારા વિના રડવું,
લાગે મને મારું જીવવું કડવું.
Comments
Post a Comment