તારું મનમોહક સ્મિત,
તારી રેશમી જુલ્ફો,
તારા કોમળ હાથ,
સંમોહક નેત્રો,
કમાન શી ભ્રમરો,
રતુંબડા હોઠ,
તારા શરીર ની માદક સુગંધ,
તારા નાજુક નમણા હાથ,
તારો એ પ્રથમ સ્પર્શ,
તારી સાથેની પ્રથમ મુલાકાત,
તારા એ ગાલ માં પડતા ખંજન,
મને આજે પણ વિહવળ કરી મૂકે છે,
હવે તો ઝંખું સાથ તારો કાયમ માટે.
ઓ હમસફર આવી જા હવે કાયમને માટે.
આ દિલ તડપે છે તારા માટે.
ખુલ્લાં છે ઘર ના દ્વાર તારા માટે.
Comments
Post a Comment