*"પ્રેમ"*
કેટલી હદે પ્રેમ કર્યો હશે તને,
તારા સિવાય કોઈ ના લાગે મારું મને.
દિલ ની તું આદત બની ગઈ છે,
પણ આ આદત પણ બહુ ખૂબસૂરત છે.
લોકો મને માને છે કઠોર હ્રદય,
પણ બસ તારા જ માટે ધબકે છે મારું હૃદય.
સમય પણ થંભી જાય છે આપણી એ મુલાકાતે
વાતો અધૂરી જ રહી જાય છે દરેક મુલાકાતે.
ઘણી વાતો કરવી હોય છે મારે તને,
તો જ કહી શકું જો આવ તું મારી કને.
ના કરીશ હું ગુસ્સો જે છે મારો બેહદ,
પ્રેમ કરીશ હું તને જ જે છે બેહદ.
તું અને હું બસ એટલું જ મારું શમણું,
બેચેન છે દિલ ક્યારે બને હકીકત મારું શમણું.
- વિધી.
Comments
Post a Comment