Skip to main content

Posts

ઝાંઝવા

     રણપ્રદેશમાં  પાણી બહુ દુર્લભ હોય છે ત્યાં પાણી  ખૂબ દૂર હોય તો પણ તેને દૂરથી જોઈને મન માં એક આશ  જાગતી હોય છે અને લોકો  એ પાણી માટે ખાસ કરીને કોઈ તરસ્યો વ્યક્તિ એ જળ જોઈને દૂર દૂર થી જળ મેળવવા માટે ઝડપથી ચાલે છે. ક્યારેક  એ જળ મેળવી ને પોતાની ક્ષુધા છિપાવે છે અને ક્યારેક એ જ ઝાંઝવાના જલ માનવી ના મોત નું કારણ બને છે.        માનવ મનનું પણ એવું જ છે ને દરેક મનુષ્ય  હતાશા માં આશાના એક કિરણ ને નીરખી ને તેના માટે  દોટ લગાવે છે. અને ઘણીવાર આ દોટ સફળ નીવડે છે. ક્યારેક  આ કશુંક પામવા માટે ની દોડ નિરાશા પણ ઉત્પન્ન કરે છે, ખાસ કરીને જ્યારે સફળતા બહુ જ દૂર હોય ત્યારે!!           માણસ ઘણી વાર પૂરી જિંદગી પૈસા, પ્રમોશન, સત્તા, પ્રોપર્ટી, જેવા માયારૂપી મૃગજળ પાછળ દોડ લગાવે છે અને અંતે તે ઝાંઝવાના જળ ઠગારા નીવડે છે. અને તે ઝાંઝવાના છળ સાબિત થાય છે. 

Changing me..

      આજકાલ હું  સ્ટાર પ્લસ પર ની જૂની ઇશ્ક બાઝ સીરિયલ જોઈ રહી છું. બહુ જ મજેદાર છે. બોવ જ મસ્ત લવ સ્ટોરીઝ અને જીવન ની ઘણી સમજ આપતી  એ સીરિયલ છે. કોમેડી અને ખાસ કરીને  અનિકા અને શિવાય સિંગ ઓબેરોય ના ડાયલોગસ તો  બહુ જ હટકે છે. એમ થાય કે એન ડાયલોગ યાદ રાખું. રોમાંસ, કોમેડી, ઝઘડા, સસ્પેન્સ,ભાઈ વચ્ચેનો પ્રેમ, ફેમિલી પ્રેમ, બહેન વચ્ચેનો પ્રેમ, નફરત, ગુસ્સો, ખુશી, સગાઈ, લગ્ન, જેવા  ખૂબ બધા મસાલા  થી ભરપુર છે.           હું લાઇફ માં  અનિકા જેવી જ બનવા ઈચ્છું છું. કોઈ પણ ખરાબ માં ખરાબ પરસ્થિતિ માં પણ તે માર્ગ કાઢી લેતી હોય છે. અને કોઈ થી ડરતી નથી.  મોટેભાગે તેને મસ્ત  ધાંસુ કોમેડી કરતી જ દેખાડવામાં આવેલ છે.  બસ  મારે પણ તેના જેવું જ થવું છે. આખરે સડેલું મો બનાવીને કોઈને આપણે ગમતા નથી તો એના કરતાં તો મસ્ત કોમેડી કરીને લોકો વચ્ચે બિન્દાસ્ત  વટ થી  કોઈ થી પણ ડર્યા વગર અને કોઈનું સાંભળ્યા વગર મસ્ત જીવનને માણો. 

Nick names...

       મને મારી આસપાસ ના અને ખાસ કરીને મારી નજીકના લોકો ના નિક નેમ પાડવા બહુ જ ગમે. ઘણી વાર જે  તે વ્યક્તિ નું નામ તો સુંદર જે હોય છે, પણ આપણે જે તે વ્યક્તિ ને આપેલ નિક નેમ માં વ્યક્તિ પ્રત્યે એક ખાસ પ્રેમ, કે ખાસ લાગણી છૂપાયેલી હોય છે.         એક વ્યક્તિ બહુ ખૂબ હસમુખી હોય તો  સ્માઇલી,કોઈ બોવ બોલતું  ના હોય તો તેને મૌની દેવી, કોઈ ના ફેસ પર ક્યારેય સ્માઈલ જ ન હોય તો ખડુસ, કોઈ ક્યારેય જવાબ ન આપે તો અકડું જેવા નામ  રખાય. હું તો મારી ફ્રેન્ડસ ના અનેક નિક નેમ રાખતી હોવ. ક્યારેક તો એક જ વ્યક્તિ ના અનેક નિક નેમ હોય છે,😁😁. એ બહાને એક લાગણી નો સંબંધ વધુ ગાઢ બને. મને તો નિક નેમ બહુ જ ગમે. હું પણ ઈચ્છું કે કોઈ મારા ખાસ નિક નેમ થી મને બોલાવે. પ્રિય પાત્ર માટે તો નિક નેમ હોવું જ જોઈએ. જે ફકત બંને પાર્ટનર ને જ  ખબર હોય ❤️❤️.            Give your partner a lovely nickname and make your bonding more closer ❤️❤️

Ignorance..

      Sometimes we fill negativity from certain persons. So avoid those kind of people. Some persons have two sided faces. Like they are saying something different nd in actual they are different. So this kind of people creates confusion and nagative effect on us.          Sometime as we are very well brought up in good surroundings so we can not avoid or be rude to some persons and after sometime that s point become our minus  point. We don't want to argue or give befiited answer to such kind of people. So what's the best ans when such situation arise? Keep silence. Silence and time  are  the best medicines💊.         Dont  let anyone to rule on you. Just follow your inner voice. Avoid such people doesn't matter  how old and close the relation is. But when you continuously  humiliated and feel low and insulted, when u feel ur  self respect is on stake just ignore n avoid that person...

Positive vibes...

      Sometimes we fill positiveness or postitive vibes while we talk or to b with someone. In life there is no just bf gf relationship between girl and boy. A boy and a girl can be best friends too.        When u feel positive vibes with some person no matter it's girl or boy, be with that person. Who knows he may be your lucky charm of your life.         Capture that positivity from that person.    In contrast, when you feel negativity from any person ignore or avoid that person.  Vibes can  change your mind and ur inner energies. So be alert while talk or you feel negativity with someone around you.         Positive energy makes you good human being,in increases happiness,calmness, help to build positive attitude and many more good qualities. It attracts positivity. 

Geetha Govindam

        આજે એક સુંદર મૂવી જોયું. "ગીતા ગોવિંદમ્મ ". સાઉથ નું મૂવી ખૂબ જ સુંદર અને ૯૦% ફની હતું. રોમેન્ટિક , ફન, સુંદર સંદેશ આપનાર મૂવી મને તો ખૂબ ગમ્યું.     એક છોકરી ગીતા(રશ્મિકા) ને એક છોકરો વિજય(વિજય દેવર્કોંડા)મંદિર માં જોતા જ તેના પ્રેમ માં પડી જાય છે.  પછી એક વાર તે બસ માં મુસાફરી કરે છે ત્યારે તે જ બસ માં તેની બાજુમાં જ તે છોકરી મળી જાય છે. ગીતા પહેલે થી જ  વિજય ને ઇગનોર કરે છે.  તેને આડા જવાબ જ આપે છે. પણ પછી મિસઅંદરસ્ટેન્દિંગ થાય છે અને ગીતા વિજય ને એક લફંગો સમજી બેસે છે. જોગાનુજોગ વિજય ની બહેન તેની ભાભી બને છે અને લગ્નની તૈયારી માટે તેને વિજય ને અનેક વાર મળવાનું બને છે. અંતે  ગીતા ને ખબર પડે છે કે વિજય તો અસલી હીરો છે. એક સંસ્કારી  છોકરો છે. તેને  અનુભૂતિ થાય છે કે વિજય ખૂબ સહનશીલ   છોકરો છે, ગુસ્સો આવે ત્યારે તે કઈ નથી બોલતો અને ગીતા ખૂબ તેને સંભળાવે છે ત્યારે કશું જ નથી કહેતો.       કોઈ પણ છોકરી એવો જ લાઇફ પાર્ટનર ઈચ્છતી હોય કે જે તેને હંમેશા ઈજ્જત માન સન્માન આપે, તેના પર ગુસ્સો ના...

Live present moment..

        કાલે મતલબ ૧૬  એપ્રિલ ના રોજ મે જબ વી મેટ મૂવી પાછું જોયું. હા, આ મુવી મે આગાઉ પણ જોયેલું જ છે. મને ખાસ કરીને શાહિદ બહુ જ ગમતો હતો(હા, હવે તે મેરીડ છે😜). પણ કરીના અને શાહિદ અને બંને પાત્રો ગીત અને આદિત્ય બહુ  જ ગમે છે. એમાં પણ ખાસ કરીને ગીત તો બોવ જ ગમે છે.  ખૂબ બોલ બોલ કરતી ગીત ખરેખર એક ખુલ્લા દિલ ની છોકરી છે. એના મત મુજબ જે વ્યક્તિ વાત કે વસ્તુ આજે ગમે છે  એ કરી લો શું ખબર કાલે એ વ્યક્તિ, વાત કે વસ્તુ આપણી લાઇફ માં હોય કે નહિ, શું ખબર કાલે  એ સંજોગ અને સમય બદલી જાય તો??? મતલબ આજે જે માં થાય  એ કરી લો. જે વસ્તુ નું  મન થાય એ કરી લો. દુનિયામાં કઈ જ ખરાબ હોતું નથી. ઘણીવાર સમાજ ની મર્યાદા, આપના સંસ્કાર આપણને ઘની વાર એક હદ માં બાંધી લે છે ને  એમ જ આપણે અનેક વાત નો  આનંદ માણતા રહી જઈએ છીએ.          ઉદાહરણ તરીકે  ગીત અને આદિત્ય  બંને નદી કિનારે બેઠા હોય છે ત્યારે જ ગીત આદિત્ય ને કહે છે કે  તે ક્યારેય આવી રીતે નદી ઉપરથી જંપ માર્યું છે? પેલો કહે છે કે ના, ત્યારે ગીત કહે છે કે ત...