Skip to main content

Live present moment..

        કાલે મતલબ ૧૬  એપ્રિલ ના રોજ મે જબ વી મેટ મૂવી પાછું જોયું. હા, આ મુવી મે આગાઉ પણ જોયેલું જ છે. મને ખાસ કરીને શાહિદ બહુ જ ગમતો હતો(હા, હવે તે મેરીડ છે😜). પણ કરીના અને શાહિદ અને બંને પાત્રો ગીત અને આદિત્ય બહુ  જ ગમે છે. એમાં પણ ખાસ કરીને ગીત તો બોવ જ ગમે છે.  ખૂબ બોલ બોલ કરતી ગીત ખરેખર એક ખુલ્લા દિલ ની છોકરી છે. એના મત મુજબ જે વ્યક્તિ વાત કે વસ્તુ આજે ગમે છે  એ કરી લો શું ખબર કાલે એ વ્યક્તિ, વાત કે વસ્તુ આપણી લાઇફ માં હોય કે નહિ, શું ખબર કાલે  એ સંજોગ અને સમય બદલી જાય તો??? મતલબ આજે જે માં થાય  એ કરી લો. જે વસ્તુ નું  મન થાય એ કરી લો. દુનિયામાં કઈ જ ખરાબ હોતું નથી. ઘણીવાર સમાજ ની મર્યાદા, આપના સંસ્કાર આપણને ઘની વાર એક હદ માં બાંધી લે છે ને  એમ જ આપણે અનેક વાત નો  આનંદ માણતા રહી જઈએ છીએ.  

       ઉદાહરણ તરીકે  ગીત અને આદિત્ય  બંને નદી કિનારે બેઠા હોય છે ત્યારે જ ગીત આદિત્ય ને કહે છે કે  તે ક્યારેય આવી રીતે નદી ઉપરથી જંપ માર્યું છે? પેલો કહે છે કે ના, ત્યારે ગીત કહે છે કે તો ચલ આપને જંપ મારી. કાલ ની  કોને ખબર?? સાચું જ છે ને? બની શકે  કે ગીત અને આદિત્ય સાથે ન પણ હોય!! બને કે બંને માંથી કોઈ એક જીવિત જ ન હોય, બની શકે  બંને ને એવો ટાઈમ જ ન મળે!! તો હાલમાં કે  અત્યારે જે મળે છે તેને માનીય લો, જીવી લો. આમ પણ કોઈ પ્રખ્યાત લેખક લખે છે કે, Live present moment fully. 

          કાલ વિશે ચિંતા કરીને નાહકનું દુઃખી થવું એના કરતા આજ નો વિચાર કરીને સુખદ પળો  માણી ને  સુખદ યાદો બનાવીએ. કાલ  ની ચિંતા  ફોડી લઈશું. જેવા પડશે તેવા દેવાશે. સો baby just chill ..

      જીવનને બાળક ની જેમ માણો, હસી ખુશીથી. ચિંતા વિશે ચિંતા કરવાથી તે ઘટવાની નથી તો શા માટે હસી ને કોઈ વિચાર કર્યા વગર વર્તમાન પળ ને માણી ન લઈએ?? ❤️❤️

           

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...