Skip to main content

Surprise..


      તમે જોજો દરેક વ્યક્તિ ને સરપ્રાઈઝ બહુ જ ગમતી હોય!! હા, સરપ્રાઈઝ સુખદ હોય તો સ્વાભાવિક પણે એવી સરપ્રાઈઝ ની ઝંખના દરેક વ્યક્તિઓ ને હોય જ છે. 

       સરપ્રાઈઝ મહિલાઓ ને બહુ જ ગમે છે. એમાં પણ જ્યારે લગ્નના અમુક વર્ષો પછી બોરિંગ મેરેજ લાઇફ થઈ ગઈ હોય ત્યારે સરપ્રાઇઝ  એ બોરિયત  ને દુર કરીને મેરેજ લાઇફ ને વધુ રોમેન્ટિક બનાવે છે. સરપ્રાઈઝ દ્વારા એ પતિ નું અટેંશન અને પ્રેમ પામવા ઈચ્છતી હોય છે. 

     પ્રેમ એક એવી  ફિલિંગ છે કે જેમાં હંમેશા વધુ  ની જ અપેક્ષા હોય. તમે તમારો પતિ કે પત્ની ગમે તેટલો પ્રેમ કરતો હશે તો પણ તમને ઓછો જ લાગશે. તમે  અન્ય કોઈ કપલ ને જોશો ને તમે કમેન્ટ કરશો જ કે "જો, પેલી નો પતિ તો એની વાઈફ માટે આ કર્યું, એની વાઈફ ને ઓપન માં કિસ કરી!!" "પેલી  એના પતિ સાથે એકદમ સુંદર તૈયાર થઈને બહાર ગઈ, એના માટે સાડી પહેરી!" મતલબ કંઇપણ થાય તમારો પ્રેમ તમારા પાર્ટનર ને હંમેશા ઓછો જ લાગશે!!😂😂 


   વેલ કપલ કે લવ પાર્ટનર વિશે વાત કરવામાં આવે તો પત્ની કે પ્રેમિકા ને એ વાત બહુ જ આનંદિત  કરે છે કે તેનો પાર્ટનર તેના માટે કંઈક ખાસ કરે, કંઈક અનોખું.સરપ્રાઈઝ માં વ્યક્તિ ની ફીલિંગ્સ કે તેના મનોભાવ ને જોવાના હોય છે કે કેટલી શ્રદ્ધા થી,, કેટલું યાદ કરીને ,કદાચ કેટલાંય દિવસની મહેનત ,
કેટલા પ્રેમ થી ભલે બહુ ખાસ નહિ તો કઈ નહિ પણ કંઈક તો ખાસ પોતાના માટે કર્યું!!!એ પ્રેમ એ ભાવ જોવાનો હોય છે. બની શકે તમારો લવર કે પતિ અત્યંત ભાવુક થઈને તમારા માટે અનેક દિવસની યોજના અને પૂર્વ તૈયારી બાદ તમને કોઈ સુખદ સરપ્રાઈઝ આપે!!તો તમારી પણ એ ફરજ બને છે કે તમારે એ સુખદ સરપ્રાઈઝ ની પોઝિટિવ પ્રતિક્રિયા આપો.. 

        સરપ્રાઈઝ આપીને જ તમે તમારી રુઠેલી પ્રેમિકા કે પત્ની ને મનાવીને તમારો પ્રેમ બતાવી શકો છો. પ્રિયે, તુઝકો રુઠ ને કા હક હૈ તો તુજ કો મનાને કા ભી હક સિર્ફ મેરા હૈ!!

      જરા વિચારો કે મીઠા ઝઘડા પછી એક સરપ્રાઈઝ આપીને એ જ પ્રેમ ના છોડ ને પાછો નવપલ્લવિત કરી શકાય છે. ટચવુડ👌👌

      ઘરમાં માતા-પિતા એના બાળકોને કે બાળક એના માતા - પિતા ને ,બહેન એના ભાઈ ને કે ભાઈ એની બહેન ને કોઈપણ રિલેશન માં સરપ્રાઈઝ હંમેશા દરેક ને પસંદ જ હોય છે!! હા પરંતુ એ સરપ્રાઈઝ સુખદ હોવી જોઈએ. 

        અને હા, હંમેશા  યાદ રાખજો કે સરપ્રાઈઝ પાછળ હંમેશા સરપ્રાઈઝ આપનાર વ્યક્તિ નો ભાવ જોવાનો હોય છે.

        તમારી એક સ્માઈલ માટે જે વ્યકતિ કંઈ પણ કરી શકે તે વ્યકતિ ખરેખર અનોખી જ હોય ને!! તમારા માતા-પિતા કે તમારા બાળક કે તમારી પ્રેમિકા કે પત્ની ની એક સ્માઈલ ની તોલે દુનિયાની કોઈ પણ વસ્તુ ન આવી શકે. અને આ દરેક રિલેશન એવા  છે કે જે અણમોલ અને શાશ્વત હોય છે. એવું નથી કે ફક્ત પ્રેમિકા કે પત્ની ને જ સરપ્રાઇઝ ની આશા હોય , પતિ કે પ્રેમી ને પણ તમે સરપ્રાઈઝ આપીને તમારા મનોભાવ કહી શકો છો. ક્યારેક પત્ની કે પ્રેયસી તમારા એક પહેલ ની જ રાહ જોતી હોય છે, એક વત તમે નાની સરપ્રાઇઝ આપી અને પછી જુઓ કે તમારી પ્રેયસી કે પત્ની તમારાં પર સરપ્રાઇઝ નો વરસાદ,પ્રેમ નો વરસાદ કરી દેશે!! તમે પત્ની ને જરા ખુશ કરો તે તમને કાયમ ખુશ રાખશે.  

    સો ટ્રાય કરો કે બોરિંગ હસબંડ બની રહેવાના બદલે તમે મસ્ત રોમેન્ટિક સરપ્રાઈઝ આપીને તમારી પ્રિય પત્ની સાથેના સંબંધો ખુશહાલ બનાવો. Go and grab your happiness.

     છેવટે તો સરપ્રાઈઝ નો ઈરાદો પારસ્પરિક ખુશી વહેંચવાનો જ હોય છે ને? સો ઉઠો , જાગો અને તમારી ખાસ વ્યક્તિ ને એક સુંદર સરપ્રાઈઝ આપીને તેને ખુશ કરી દો. Keep Smiling❤❤.

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...