Skip to main content

Nick names...

       મને મારી આસપાસ ના અને ખાસ કરીને મારી નજીકના લોકો ના નિક નેમ પાડવા બહુ જ ગમે. ઘણી વાર જે  તે વ્યક્તિ નું નામ તો સુંદર જે હોય છે, પણ આપણે જે તે વ્યક્તિ ને આપેલ નિક નેમ માં વ્યક્તિ પ્રત્યે એક ખાસ પ્રેમ, કે ખાસ લાગણી છૂપાયેલી હોય છે. 

       એક વ્યક્તિ બહુ ખૂબ હસમુખી હોય તો  સ્માઇલી,કોઈ બોવ બોલતું  ના હોય તો તેને મૌની દેવી, કોઈ ના ફેસ પર ક્યારેય સ્માઈલ જ ન હોય તો ખડુસ, કોઈ ક્યારેય જવાબ ન આપે તો અકડું જેવા નામ  રખાય. હું તો મારી ફ્રેન્ડસ ના અનેક નિક નેમ રાખતી હોવ. ક્યારેક તો એક જ વ્યક્તિ ના અનેક નિક નેમ હોય છે,😁😁. એ બહાને એક લાગણી નો સંબંધ વધુ ગાઢ બને. મને તો નિક નેમ બહુ જ ગમે. હું પણ ઈચ્છું કે કોઈ મારા ખાસ નિક નેમ થી મને બોલાવે. પ્રિય પાત્ર માટે તો નિક નેમ હોવું જ જોઈએ. જે ફકત બંને પાર્ટનર ને જ  ખબર હોય ❤️❤️.

           Give your partner a lovely nickname and make your bonding more closer ❤️❤️

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...