Skip to main content

બદલાવ

      એમ કહેવાય છે કે પ્રેમ માં માણસો પોતાની જાત ને બદલી  નાખે. વેલ માણસ નું મન બહુ જ ચંચળ હોય છે. માણસ ને જે વસ્તુ  બહુ જલદી આસાની થી, જાજા પ્રયત્નો વગર મળી જાય તેની કોઈ જ વેલ્યુ હોતી નથી. આસાની થી પ્રેમ મળી જાય તો એમાં આકષૅણ વધુ હોય છે અને કદાચ એ  આકર્ષણ પણ બહુ લાંબો સમય ટકતું નથી. 

     પરંતુ જે પ્રેમ માટે તમે ખૂબ વલખાં માર્યા હોય, અનેક માનતા ઓ માની હોય, ભગવાન ને મનાવ્યા હોય, લોકો ને મનાવ્યા હોય, સીધા કે આડકતરા રસ્તા  અપનાવ્યા હોય, એક સારી છાપ પાડવા ખુદ પોતાનામાં અનેક બદલાવ લાવ્યા હોય એ પ્રેમ હંમેશા ટકે અને એ પ્રેમ ની હંમેશા જીત  જ થાય છે.  

       પ્રેમ બહુ જ લકી હોય એને જ મળે છે. જો તમને  સામેવાળી વ્યક્તિ માં ૧%પણ ચાન્સ લાગતા તો એ ૧%માંથી ૧૦૦ % થઇ શકે છે. બસ જરૂર છે ફકત તમારા પ્રયત્નોની.તો જીવનમાં તક મળે તો એ ચાન્સને ગુમાવતા નહિ, નહિ તો જિંદગીભર એક અફસોસ કદાચ રહી જાય...

         તમે તમારા પ્રેમ ને પામવા માટે શું બદલાવ તમારામાં લાવ્યા?? 

Comments

Popular posts from this blog