Skip to main content

ઝાંઝવા

     રણપ્રદેશમાં  પાણી બહુ દુર્લભ હોય છે ત્યાં પાણી  ખૂબ દૂર હોય તો પણ તેને દૂરથી જોઈને મન માં એક આશ  જાગતી હોય છે અને લોકો  એ પાણી માટે ખાસ કરીને કોઈ તરસ્યો વ્યક્તિ એ જળ જોઈને દૂર દૂર થી જળ મેળવવા માટે ઝડપથી ચાલે છે. ક્યારેક  એ જળ મેળવી ને પોતાની ક્ષુધા છિપાવે છે અને ક્યારેક એ જ ઝાંઝવાના જલ માનવી ના મોત નું કારણ બને છે. 

      માનવ મનનું પણ એવું જ છે ને દરેક મનુષ્ય  હતાશા માં આશાના એક કિરણ ને નીરખી ને તેના માટે  દોટ લગાવે છે. અને ઘણીવાર આ દોટ સફળ નીવડે છે. ક્યારેક  આ કશુંક પામવા માટે ની દોડ નિરાશા પણ ઉત્પન્ન કરે છે, ખાસ કરીને જ્યારે સફળતા બહુ જ દૂર હોય ત્યારે!! 

         માણસ ઘણી વાર પૂરી જિંદગી પૈસા, પ્રમોશન, સત્તા, પ્રોપર્ટી, જેવા માયારૂપી મૃગજળ પાછળ દોડ લગાવે છે અને અંતે તે ઝાંઝવાના જળ ઠગારા નીવડે છે. અને તે ઝાંઝવાના છળ સાબિત થાય છે. 

Comments

Popular posts from this blog