Skip to main content

Blessings








     એમ કહેવાય છે કે આ દુનિયામાં માં - બાપ થી વધુ પ્રેમ તમને કોઈ જ ન કરી શકે. હા, આ  વાત બિલકુલ સાચી છે. આ  દુનિયામાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સ્વાર્થ માટે જ એક બીજા થી જોડાયેલા હોય છે. બહેન - ભાઈ, કે મિત્રો કે કે અન્ય કોઈ પણ સંબંધો માં  સ્વાર્થ હોય જ છે. પરંતુ પૃથ્વી પર એક માતા - પિતા જ  નિઃસ્વાર્થ પણે પોતાના સંતાન ને પ્રેમ કરે છે. માતા - પિતા ના પ્રેમ આગળ લાઇફ પાર્ટનર નો પ્રેમ પણ ટુંકો જ પડે!!! માતા - પિતા પોતાના સંતાનને ખીજાય તો પણ તેના જ ભલા માટે અને એને લાડ પણ લડાવે!! 
        દુનિયામાં  તમારી પાસે તમારા  માતા - પિતા નો સાથ સંગાથ છે તો તમે લકી છો. તમે લકી છો કે બંને તમારી સાથે છે. ઘણા એવા વ્યક્તિઓ મે જોયા છે કે માં - બાપ ના ઠપકા માટે તરસતા હોય!! હા, કહેવાય છે કે જે તમારી પાસે હોય તેની તમને કદર હોતી નથી!! 
     Really I am blessed that I have both my caring father and my loving mother. Love you a lot.. their support and their happiness means a lot to me.. 
      

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...