Skip to main content

Geetha Govindam

        આજે એક સુંદર મૂવી જોયું. "ગીતા ગોવિંદમ્મ ". સાઉથ નું મૂવી ખૂબ જ સુંદર અને ૯૦% ફની હતું. રોમેન્ટિક , ફન, સુંદર સંદેશ આપનાર મૂવી મને તો ખૂબ ગમ્યું. 

   એક છોકરી ગીતા(રશ્મિકા) ને એક છોકરો વિજય(વિજય દેવર્કોંડા)મંદિર માં જોતા જ તેના પ્રેમ માં પડી જાય છે.  પછી એક વાર તે બસ માં મુસાફરી કરે છે ત્યારે તે જ બસ માં તેની બાજુમાં જ તે છોકરી મળી જાય છે. ગીતા પહેલે થી જ  વિજય ને ઇગનોર કરે છે.  તેને આડા જવાબ જ આપે છે. પણ પછી મિસઅંદરસ્ટેન્દિંગ થાય છે અને ગીતા વિજય ને એક લફંગો સમજી બેસે છે. જોગાનુજોગ વિજય ની બહેન તેની ભાભી બને છે અને લગ્નની તૈયારી માટે તેને વિજય ને અનેક વાર મળવાનું બને છે. અંતે  ગીતા ને ખબર પડે છે કે વિજય તો અસલી હીરો છે. એક સંસ્કારી  છોકરો છે. તેને  અનુભૂતિ થાય છે કે વિજય ખૂબ સહનશીલ   છોકરો છે, ગુસ્સો આવે ત્યારે તે કઈ નથી બોલતો અને ગીતા ખૂબ તેને સંભળાવે છે ત્યારે કશું જ નથી કહેતો. 

     કોઈ પણ છોકરી એવો જ લાઇફ પાર્ટનર ઈચ્છતી હોય કે જે તેને હંમેશા ઈજ્જત માન સન્માન આપે, તેના પર ગુસ્સો ના કરે કે ઓછો ગુસ્સો કરે, તેને એટેંશન આપે, બસ આ બધી બાબત વિજય કરતો જ હતો. 

      ત્યારબાદ ગીતા પણ તેના પ્રેમ માં પડી. પરંતુ જ્યારે તેણે વિજય ને લગ્ન વિશે પૂછ્યું,વિજયે કહ્યું કે હું તારી લાઇફ માં ચોઈસ નહિ , પરંતુ એક માત્ર  ઓપ્શન બનવા ઇચ્છું છું. ત્યારબાદ ગીતા અન્ય છોકરા સાથે મેરેજ કરવા માટે હા પાડી દે છે. 

      પરંતુ  વિજય ને ખબર પડે છે કે ગીતા પણ તેને હ્રદયથી પ્રેમ કરે છે ત્યારે વિજય ને પોતા પર જ ખૂબ ગુસ્સો આવે છે. અને તે પોતાના  ક્રેઝી મિત્રો ના સાથ થી તિકડમ ગોઠવી ને  અંતે તો ગીતા ની સાથે જ લગ્ન કરે છે. (પર્સનલ નોટ, મને તો ગીતા અને વિજય નો, ખાસ કરીને વિજય નો લગ્ન નો કોસચ્યુમ લાઈટપિંક શર્ટ અને લાઈટ બ્રાઉન પેન્ટમાં એકદમ ક્યુટ લાગતો હતો. Wow કદાચ કોઈ છોકરો મેરેજ માં ટ્રેડિશનલ ને બદલે ફોર્મલ પહેરે તો પણ આટલો ક્યૂટ લાગે એ કાલે સમજાયું)

      ગીતા નો ભાઈ પણ બહુ જ ઈમોશનલ હોય છે તે ગીતા ને ખુબ જ પ્રેમ કરતો હોય છે.  ગીતા માટે અરધી  રાતે પોતાના મિત્રો ને ફોન કરે છે. પોતાની બહેન નો તે પડ્યો બોલ ઝીલે છે. ભાઈ હોય તો આવો!!

      દરેક મન્યુષ્ય એ સામેવાળી વ્યક્તિ ની ઇમોશન્સ ની કદર કરવી જોઈએ. ખાસ કરીને ગર્લ્સ ને રિસ્પેક્ટ આપવું જોઈએ. એમ કહેવાય છે કે પ્રેમ ઓછો હોય તો ચાલે પણ રિસ્પેકટ તો હોવું જ જોઈએ. અને કોઈ વ્યક્તિ ને ચોઇસ નહિ પણ એક માત્ર ઓપ્શન બનાવો. તો જ એ સાચો પ્રેમ છે બાકી તો અરેંજ મેરેજ મા તો  ઘણી ચોઇસિસ હોય જ છે!!!

      હા, મૂવી બહુ જ કોમેડી છે. બહુ જ મજા આવશે. 


Comments

Popular posts from this blog

 

June end..

         I dont like farewell never ever....This june month  was full of ups and downs.. many things happen sometimes became sad and sometimes happines came. Things whichnI had never imagined that happened  and yeah like all other months this month also passed. But yes many more memories remain in my heart in my mind intact.. and yes  I realy wish to god  that upcoming month brings lots of joy and happiness and all my dreams come soon. Because of me my father and my mother become happy nI give them all happiness which they really deserve .          Every day, every month and every year has its own memories...