Skip to main content

Changing me..

      આજકાલ હું  સ્ટાર પ્લસ પર ની જૂની ઇશ્ક બાઝ સીરિયલ જોઈ રહી છું. બહુ જ મજેદાર છે. બોવ જ મસ્ત લવ સ્ટોરીઝ અને જીવન ની ઘણી સમજ આપતી  એ સીરિયલ છે. કોમેડી અને ખાસ કરીને  અનિકા અને શિવાય સિંગ ઓબેરોય ના ડાયલોગસ તો  બહુ જ હટકે છે. એમ થાય કે એન ડાયલોગ યાદ રાખું. રોમાંસ, કોમેડી, ઝઘડા, સસ્પેન્સ,ભાઈ વચ્ચેનો પ્રેમ, ફેમિલી પ્રેમ, બહેન વચ્ચેનો પ્રેમ, નફરત, ગુસ્સો, ખુશી, સગાઈ, લગ્ન, જેવા  ખૂબ બધા મસાલા  થી ભરપુર છે. 

         હું લાઇફ માં  અનિકા જેવી જ બનવા ઈચ્છું છું. કોઈ પણ ખરાબ માં ખરાબ પરસ્થિતિ માં પણ તે માર્ગ કાઢી લેતી હોય છે. અને કોઈ થી ડરતી નથી.  મોટેભાગે તેને મસ્ત  ધાંસુ કોમેડી કરતી જ દેખાડવામાં આવેલ છે.  બસ  મારે પણ તેના જેવું જ થવું છે. આખરે સડેલું મો બનાવીને કોઈને આપણે ગમતા નથી તો એના કરતાં તો મસ્ત કોમેડી કરીને લોકો વચ્ચે બિન્દાસ્ત  વટ થી  કોઈ થી પણ ડર્યા વગર અને કોઈનું સાંભળ્યા વગર મસ્ત જીવનને માણો. 

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...