Skip to main content

Frog temple

     "ઉતર પ્રદેશના લખીમપુર જિલ્લાના ઓયલ ગામે આવેલ માંડુક તંત્ર પર આધારિત મંદિર માં દેડકાની પીઠ ઉપર મહાદેવના દર્શન થાય છે. અહી  આ મંદિરમાં દેડકાની પૂજા થાય છે. દિવાળી શિવરાત્રી  એ તો અહી હજારો ભક્તો ઉમટી પડે છે. વિદેશથી ટૂરિસ્ટો અહી દર્શન કરવા આવે છે!!!"

        ઉપરોક્ત સમાચાર મે  છાપામાં વાંચ્યા. મને હમેશાથી ભારતની નીત નવી અને અજાણી જગ્યાઓ એ જવાનો બહુ શોખ છે. ભલે ઘણી વાર અમુક જગ્યાએ અમુક વસ્તુ શ્રદ્ધા નો વિષય હોય છે.પણ તેમ છતાં આજના જમાનામાં હજુ પણ અનેક લેભાગુ લોકો લોકોની શ્રદ્ધાં નો લાભ ઉઠાવી અનેક ખરાબ કામ થતા હોય છે, પૈસા ઉઘરાવી છે.  ઘણી વાર શ્રદ્ધા ના નામે લોકોને ઠગે છે. રોજ  છાપામાં અનેક એવા ઉદાહરણ આવે છે જેમાં લોકો અંધ શ્રદ્ધાળુ બનીને  ઠગ લોકો  તેમનો શારીરિક આર્થિક અને સામાજિક એમ અનેક રીતે ફાયદો ઉઠાવે છે. 

     ભારતભરમાં કેટલાય સ્થળો ખરેખર ભગવાન ના ચમત્કાર અથવા તો ભગવાન સાક્ષાત્કાર ત્યાં પોતાની હાજરી પુરાવી છે. અનેક એવી જગ્યા છે જ્યાં  આપણને ને પહેલી  નજરે તો વિશ્વાસ જ  ન બેસે. પણ હા, ઘણી જગ્યા ઘણા મંદિરો માં ભગવાન નો વાસ કાયમ છે. ખરેખર લોકોની મનોકામના ત્યાં પૂર્ણ થાય છે. લોકો ના અટકેલા કામ ત્યાં પૂર્ણ થાય છે. ઘણી વાર ઘની વાતો અને ઘણી જગ્યાઓ આપના મગજના વિચારશક્તિ થી પરે હોય છે. આપણે એટલું વિચારી જ શકતા નથી. નાનપણ થી જ અલૌકિક શક્તિ, ચમત્કારી વાતો માં મને બહુ જ રસ છે. ઘણી  વાર તો હું  ખુદ જાતે એમાં રિસર્ચ કરતી હોવ છું. પછી જ માનું. કોઈ પણ વાત ને તમારા મન મગજ થી પહેલા ચેક કરો પછી જ તેને સ્વીકારો. તેમ છતાં પણ જો મનમાં કોઈ ખટકો લાગે તો એ વસ્તુ કે એ જગ્યા એ ન જાઓ. દિલ હમેશા સાચું જ કહેશે.  ઘણી વાર લાઇફ માં  દિલ ની વાત કે મન ની વાત ને  અનસુની કરી ને લોકો મોટી ભૂલ કરી બેસે છે. સો just  follow your heart ❤️. 

       જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના ઘટી હોય, કોઈ સ્થળ વિશે માહિતી હોય, મારી સાથે શેર  જરૂર કરજો. 

Comments

Popular posts from this blog