Skip to main content

દરિયો..


 દરિયો...

માનવીના મન થી પણ ઊંડો છે દરિયો.. કદાચ આ દરિયાના ઊંડાણ માં શું શું છૂપાયેલું છે તેનો તાગ કાઢવા કોઈ પણ સક્ષમ નથી. સુંદર જલસૃષ્ટી આ દરીયા કિનારે અને દરિયામાં પોતાનું  અસ્તિત્વ ટકાવી રહી છે. કેટલાય જીવો માટે આ દરિયો તારણહાર છે અને કેટલાય જીવો જે આ દરિયામાં પોતાનો જીવ ખોઇ દે છે તેમને માટે આ જ  તારણહાર ભક્ષક બને છે. સમુદ્ર કિનારે તેના વહેતા મોજા ને નિહાળવું એ પણ એક લહાવો છે. વિશાળ સમુદ્ર ના  અલ્પજીવી વિકરાળ મોજા એક સમયે જમીન કે પથ્થર સાથે ટકરાઇ  ને ફીણ ફીણ થઈ જાય છે, બિલકુલ માનવીના અહંકાર ની જેમ જ તો!!  કદાચ એમ કહી શકાય કે અત્યંત ભયાવહ અને શક્તિશાળી મોજા પણ ધરતી નો સ્પર્શ કરવા વિહવળ બની જાય છે અને અંતે ધરતી નો સ્પર્શ થતાં જ બિલકુલ નમ્ર બની જાય છે  બિલકુલ એક શક્તિશાળી આદમ પોતાની ઇવ પાસે ઝૂકી જાય એમ જ. દરિયો પોતાના  વિશાળ પેટાળમાં  અનેક રાઝ,અનેક રહસ્યો ને સમાવીને ઘેઘુર ગર્જના કરે છે. દરિયા કિનારે આમ શાંતિ પરંતુ પોતાના મોજા ની ભયંકર ગર્જના દ્વારા વાતાવરણ માં  હંમેશા શોર જ શોર લાગે છે. પરંતુ એ શોર માં પણ એક અનેરો આનંદ છે, એક ઊંડાણ છે. એ શોર માનવીના હ્રદય , મન અને મગજ માં ચાલતા શોર ને  શાંત પાડે છે. અને એક સુકુંન ભરી શાંતિ આપે છે, એક આહ્લાદક આનંદ આપે છે. દરિયાના મોજા અને તેના શોર માં માણસ ડૂબકી લગાવીને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધી શકે છે. એ શોર માં એક સંમોહન શક્તિ હું અનુભવું છું.

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...