લાઇફ આપણને ઘણું શીખવે છે. લાઇફ માં આપણને સારી અને ખરાબ બને વ્યક્તિઓ નો ભેટો થાય છે. સારી વ્યક્તિ ના સંપર્ક થી લાઇફ સારી બને છે અને ખોટી વ્યક્તિ ના સંપર્ક થી આપણને એક કડવો અનુભવ મળે છે. આ દુનિયા છે , અહી સારાઈ કરતા ખરાબી , ખરાબ લોકો અને કડવા અનુભવો વધુ મળે છે. અને આ કડવા અનુભવો કદાચ કડવા લીમડા કે કડવા ઝેર કરતા પણ વધુ કડવા હોય છે, કે ગળે થી ઉતારી શકાતાં નથી, પણ હકીકત એ છે કે ઉતારવા પડે છે. Thats life. કળિયુગ પોતાનો પગપેસારો કરી રહ્યો છે. હું તો આ એક બ્લોગ બરોબર નથી રાખી શકતી અને લોકો ટું ફેસ રાખે છે. લોકો આજકાલ મતલબી થઈ રહ્યા છે. હાથી ના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ હોય છે. એ જ રીતે માણસ પણ આજકાલ બોલે કઈક કરે છે કઈક. મતલબ લોકો વાતો તો મોટી મોટી કરે પણ તેનું આચરણ કરી શકતા નથી. લોકો અન્ય વ્યક્તિ પાસે સારા થવા, પોતાની એક સારી ઈમેજ બનાવવા સારું સારું બોલી શકે પરંતુ હકીકત માં તેની અમલવારી કરી શકતા નથી. ...
This is my blog where i share my thoughts..