Skip to main content

Two faced people

     લાઇફ આપણને ઘણું શીખવે છે. લાઇફ માં આપણને સારી અને ખરાબ બને વ્યક્તિઓ નો ભેટો થાય છે.   સારી વ્યક્તિ ના સંપર્ક થી લાઇફ સારી બને છે અને ખોટી વ્યક્તિ ના સંપર્ક થી આપણને એક કડવો અનુભવ મળે છે.  આ દુનિયા છે , અહી સારાઈ કરતા ખરાબી , ખરાબ લોકો અને કડવા અનુભવો વધુ મળે છે. 

  અને આ કડવા અનુભવો કદાચ કડવા લીમડા કે કડવા ઝેર કરતા પણ વધુ કડવા હોય છે, કે ગળે થી ઉતારી  શકાતાં નથી, પણ હકીકત એ છે કે ઉતારવા પડે છે. Thats life.

        કળિયુગ પોતાનો પગપેસારો કરી રહ્યો છે.  હું તો  આ એક બ્લોગ બરોબર નથી રાખી શકતી અને લોકો  ટું ફેસ રાખે છે.  લોકો આજકાલ મતલબી થઈ રહ્યા છે.
 
    હાથી ના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ હોય છે.   એ જ રીતે માણસ પણ આજકાલ બોલે કઈક કરે છે કઈક. મતલબ લોકો વાતો તો મોટી મોટી કરે પણ તેનું આચરણ કરી શકતા નથી. લોકો અન્ય વ્યક્તિ પાસે સારા થવા, પોતાની એક સારી  ઈમેજ બનાવવા  સારું સારું બોલી શકે પરંતુ હકીકત માં તેની અમલવારી કરી શકતા નથી.
 
        સત્ય નો પંથ બહુ કપરો છે. ત્યાં ભીડ પણ બહુ ઓછી હોય છે, કારણ કે લોકો ત્યાં ચાલી શકતા નથી. લોકો  પળે પળે  ખોટું બોલે છે, ખુદ પોતાનાથી પણ ખોટું બોલે છે. હા, પોતાની બડાઈ હાંકવા  સારી ઈમેજ માટે ખુદ પોતાને અને લોકોને પણ સલાહ આપતા હોય છે કે ખોટું ન બોલો, સાચું જ  બોલો, પરંતુ હકીકત માં સત્ય બોલવું એટલું સહેલું નથી, અનેક લોકો ની નજર માંથી ઉતરી જાય, સંબંધ માં કડવાશ આવી જાય, ઝઘડા થાય ખૂબ પરેશાની ભોગવવી પડે. માણસો અત્યારે જરા દુઃખ આવે ત્યાં થાકી જાય તો સત્ય ના પંથ પર તો અનેક દુઃખો આવતા હોય છે તો ત્યાં  ડગ મૂકતા  જ જરા કષ્ટ પડતા થાકી જાય અને યુ ટર્ન લઈ લે ....

        આજના જમાનામાં મોટી મોટી વાતો કરવી બહુ  સહેલી છે. પરંતુ એનો  અમલ કરવો, પોતાના શબ્દો ને વળગી રહેવું એ બહુ જ અઘરું છે.
 
        પહેલાના જમાનામાં રાજા મહારાજા  ફકત પોતાના બોલ પાળવા માટે પોતાના પ્રાણ ની આહુતિ આપતા. અને બીજા અનેક બલિદાન આપતા.  રામ ભગવાન ના કુળ માં "પ્રાણ જાયે પર વચન ન જાયે "  એ  શુભ પરંપરા હતી.  તેથી જ તેઓ  ઇતિહાસ માં અમર થઈ ગયા. અને આજના લોકો તો  નાની નાની વાત માં ફરી જતા હોય!!
 
      શા માટે?? તમે  એટલું જ બોલો ને જેટલું કરી શકતા હો, પાળી શકતા હો.
 
        બીજાની તો મને નથી ખબર પણ મારી આસપાસ આવા ડબલ ફેસ લોકો થી હું તો દૂર જ રહું. એક અંતર જાળવી ને  જ  કોન્ટેક્ટ રાખવાનો. એવા લોકો પર વિશ્વાસ જ ના કરી શકાય. આજે કઈક અલગ બોલે અને કાલે કઈક અલગ. મને કઈક બીજું કહે અને બીજા ને મારું કઈક અલગ કહે.  આવા  લોકો વિશ્વાસ ને પાત્ર હોય  જ નહિ!!! 

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...