Skip to main content

Goodness..

       આજે એક સરસ રિલ મે જોઈ. લાઇફ માં મને ઘણા પ્રશ્નો થતા હોય છે અમુક ના જવાબ મળે છે અમુક ના ક્યારેય નથી મળતા. જેના નથી મળતા એ સવાલો ને સમય પર છોડી દઉં છું. કે સમય જ તેનો જવાબ મને આપશે. 

         આપણને  ઘણી વખત એવો સવાલ થતો હોય છે કે જ્યારે હું કોઈ  વ્યક્તિ સાથે સારું કરું છું તો તે વ્યક્તિ મારી સાથે ખરાબ કેમ કરે છે? અને જો એ મારી સાથે ખરાબ કરે છે તો મારે એની સાથે  હવે સારું કરવું જોઈએ કે નહીં? 

       આપણે માનવમન હંમેશા અપેક્ષા ઘણી રાખીએ છીએ. આપણે દર વખતે એમ ઇચ્છીએ છીએ કે ને આની સાથે સારું કર્યું તો તે વ્યક્તિ પણ મારી સાથે  સારૂં કરશે. પણ હકીકત માં જ્યારે આપણે કોઈની સાથે સારું કરીએ છીએ તો આપણે સમગ્ર બ્રહ્માંડ માં  એ  સારાઇ ફેલાવીએ છે. તો જરૂરી નથી કે એ જ વ્યક્તિ પાસેથી   સારાઇ પાછી આવે,  આપણે કરેલી કોઈ પણ સારું કામ અલગ વ્યક્તિ પાસેથી  અલગ સ્વરૂપમાં જ્યારે  આપણે  તેની જરૂર હોય ત્યારે પાછી આવશે. 

       એમ કહેવાય છે કે સારું કામ કરો અને ફળ ની અપેક્ષા ન કરો. "નેકી કર દરિયા મે ડાલ." મતલબ આપણે આપણું સારું કામ કર્યે જવાનું, ભગવાન , સુપર પાવર જ્યારે આપણે એવી કટોકટી માં મુકાયેલા હોઈશું ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે  આપણને મદદ મળી રહેશે. 

      આપણા  દરેક કાર્ય ની નોંધ ભગવાન રાખે છે. અને કે તે કર્મ મુજબ આપણને તેનું ફળ પણ ભગવન યોગ્ય સમયે આપી જ રહે છે. 


નેકી કર દરિયા મે ડાલ દો જો અભી,

વો હિ તુફાન મે કશ્તિયા બન કર સાથ  દેંગે કભી .

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...