Skip to main content

Love vs Lust

     પ્રેમ એ ઘણો ઊંડાણ અર્થ ધરાવતો શબ્દ છે. પ્રેમ માં વાસના હોઇ શકે પરંતુ વાસના માં પ્રેમ ના હોય શકે.. 

      વાસના ક્ષણિક હોય છે.જ્યારે પ્રેમ શાશ્વત હોય છે. 

        વાસના માં શારીરિક ફેક્ટર મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પ્રેમ તો ક્યારેય પણ, કોઈ પણ ઉંમરે , કોઈની પણ સાથે થઈ શકે છે. પ્રેમ માં ફિગર નહિ  ફિલિંગ ને મહત્વ આપવામાં આવે છે. 

        વાસના માં "અનેક" શબ્દ આવી શકે છે.  વાસના કેટલીયે વ્યક્તિઓ  પૂર્ણ કરે છે.પરંતુ પ્રેમ માં તો  "કોઈક ખાસ" શબ્દ  આવે છે. સાચો પ્રેમ તો કોઈ ખાસ વ્યક્તિ સાથે જ થઈ શકે. 

         વાસના માં કોઈ પાત્ર 3 થી 4 મહિના મતલબ અલ્પકાળ જ હોય છે, જ્યારે પ્રેમ માં તો કાયમ માટે અથવા તો અન્ય પાત્ર  દગો ન આપે ત્યાં સુધી પ્રેમ રહે છે. 

        વાસના માં કોઈ  લાગણી ની અનુભૂતિ નથી હોતી. જ્યારે પ્રેમ માં તો પોતાના પ્રિય પાત્ર પર ગુસ્સો  આવે તો પણ  એ ગુસ્સો અલ્પક્ષણ માટે જ હોય છે. પોતાના પ્રિય પાત્ર પર પ્રેમ જ ઉભરાઈ. તેના ગુસ્સા માં પણ કાળજી અને પ્રેમ જ છલકાતો હોય!! પ્રેમ માં ડર, ગુસ્સો, હાસ્ય,ખુશી ,ચિંતા,જેવી લાગણીઓ અનુભવાતી હોય છે. 

         વાસના માં મળતો આનંદ ક્ષણિક હોય છે જ્યારે પ્રેમ માં મળતો આનંદ અસીમ હોય છે. 

          

Comments

Popular posts from this blog