Skip to main content

Flowers

          ફૂલો.. 

        બાળપણ થી જ મને લાલ કલરના ગુલાબ બહુ જ ગમે. અસલી ગુલાબ અને તાજા ગુલાબ ની સુગંધ તો અનેરી  જ હોય!! ઈશ્વરે આ  સૃષ્ટિ માં ફૂલો  નું સર્જન કરીને માનવ પર ઉપકાર કર્યો છે. દરેક વસ્તુ નું  એક અનેરું મહત્વ હોય છે. સુગંધી પુષ્પો ના સાંનિધ્ય માં આપણું  તન અને મન એક અનેરી  લાગણી નો  અહેસાસ  અનુભવે છે.  ફૂલો ની સુગંધ માંથી પોઝિટિવ વાઇબ્સ મળતી હોય છે.  ગુલાબ, ગલગોટો, ચમેલી, ચંપા,ઓર્કિડ,  રાતરાણી, કમળ, જુહી, ટ્યૂલિપ વગેરે અનેક ફૂલો પોતાનું એક અનેરું મહત્વ ધરાવે છે. અમુક ફૂલો પોતાની સુગંધ થી અમુક પોતાના દેખાવથી, અમુક ફૂલો પોતાના રંગ થી જુદા તરી આવે છે. કુદરતે દરેક વસ્તુ ને એક પોતાનું અલગ અસ્તિત્વ અને પ્રાણી એક અલગ ખાસિયત આપી છે.  દેશી ફૂલો મહદઅંશે પોતાની સુગંધ થી વધુ ઓળખાઈ અને વિદેશી ફૂલો પોતાના દેખાવ ને લીધે વધુ જાણીતા બન્યા છે. કદાચ દરેક ફૂલો પાછળ એક અનોખી કહાની હોતી હશે.  

     એક ખાસ વાત તો છે  જ ને ખુશ્બુદાર ફૂલો ની, પોતાના અલ્પ કાળ દરમિયાન તે ખુશ્બુ પ્રસરાવી જાણે છે. ગુલાબ ના ફૂલો ને તમે મસળી નાખશો તો પણ અંતે તો તેમાંથી તમને સુગંધ  જ મળશે.  પ્રકૃતિ ના મહત્વના ભાગ સમાન આ સુંદર ગુલાબ પણ  એક જ શીખ આપે છે કે અલ્પ જીવન માં પણ લોકોના જીવનમાં સુગંધ પ્રસરાવી જાણો!!!

Comments

Popular posts from this blog