Skip to main content

Option...

      આજકાલ લોકો  પાસે ઓપ્શન ઘણા છે. લોકો પાસે સોશિયલ મીડિયા માં મિત્રો ઘણા છે. રિયલ લાઇફ માં પણ લોકો ને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ માં પણ ઓપ્શન હોય છે!! અરે લોકો તો લગ્ન બાદ પણ જો એક વ્યક્તિ સાથે ઠીક ના લાગ્યું તો  છેડો ફાડીને બીજે લગ્ન કરીને જીવન શરૂ કરી દે છે. 

     આજકાલ એક માં બાપ અને ભાઈ બહેન સિવાય બધે ઓપ્શન હોય જ છે. લોકો નો અહંકાર એટલો ઊંચો હોય છે કે લોકોને એક સાથે વાંધો પડ્યો કે ના ગમ્યું તો લોકો તરત તેની સાથે કાયમી અબોલા લઈને કોઈ અન્ય પાત્ર ની શોધ માં નીકળી પડશે. અથવા તો અન્ય પાત્ર તૈયાર જ હોય છે. આ 2024 નો જમાનો ચાલે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ની અસર લોકોના માણસ પર થઈ રહી છે. લોકો જમવામાં પણ સારું  કાઠિયાવાડી ડીશ ને બદલે પંજાબી ,ચાઇનીઝ  જેવી અલગ અલગ ડીશ ને પસંદ કરે છે. બિલકુલ એવું જ ફ્રેન્ડશિપ કે રિલેશનશિપ  માં પણ થાય છે. વ્યક્તિ નો  ઇગો આજકાલ બુર્જ ખલીફા જેટલો થઈ ગયો છે. લોકો  ઈગો ને સંતોષવા શું શું નથી કરતા??!! અને આ જ ઈગો ને જ્યારે કોઈ હર્ટ કરે તો સંબંધ ને તોડી નાખી છે. કદાચ રિલેશન આજકાલ કાચ કરતા પણ વધુ જલદી તૂટી જાય છે!!!

       "Be someone's Choice not an option.."

    લાઇફ માં કોઈની  ચોઈઝ બનો. સામે ઘણા  સારા ઓપ્શન હોય પણ કોઈ  તમને જ વારંવાર પસંદ કરે. કોઈના ઓપ્શન નહિ, કે કોઈ અલગ પાત્ર લાઇફ માં આવ્યું તો પેલી વ્યક્તિ ને ટાટા - બાય બાય કહી દેવાનું!! ટ્રસ્ટ  મી, જ્યારે તમે કોઈની ચોઇઝ હશો ત્યારે લાઇફ  બહુ જ ખુશનુમા બની જશે. આજકાલ વારંવાર એક જ વ્યક્તિ ને પસંદ કરવી  એ ઘણું અઘરું કામ છે. પણ લાઇફમાં હંમેશા અઘરું કામ જ પસંદ કરવું જોઈએ. સહેલું કામ તો કોઈ પણ કરી શકે, અઘરું કામ બહુ ઓછાં કરે. લાઇફ માં જ્યાં ભીડ   ન હોય ત્યાં પોતાનું કામ અને નામ બનાવો. થોડું અઘરું કામ આગળ જતાં આસાન થઈ જાય છે. અને કઈક ખાસ અચિવમેન્ટ  મેળવી ને તમે ખુદ પ્રાઉડ ફીલ કરી શકો.

    What you say? What you choose? 


Comments

Popular posts from this blog