સુગંધ.. સુગંધ કેટલાયે પ્રકારની હોય છે. મીઠી, તીખી, આહ્લાદક, ખુશનુમા ... કોઈ છોકરી ના વાળમાંથી આવતી શેમ્પૂની સુગંધ માદક હોય છે. તરોતાજા નાહીને આવેલી એ સદ્ય સ્નાતા સ્ત્રી ના વાળમાંથી આવતી શેમ્પૂ ની સુગંધ, તેના શરીર માંથી આવતી બાથસાબુ, કે જેલ ની સુગંધ માદક હોય છે. પતિ પોતાની ઓફિસે થી આવીને પોતાની પત્ની ને હગ કરે ત્યારે પતિ ના શરીર ના પ્રસ્વેદ બિંદુ માંથી આવતી તેની મહેક તેની પત્ની માટે આહ્લાદક હોય છે. (કારણ કે તેનો પતિ તેના માટે પોતાના કુટુંબ માટે અથાગ મહેનત કરીને પરસેવો પાડે છે.) નાનું બાળક તેના ચાઈલ્ડ કેર પ્રોડક્ટ અને એ બાળક ના શરીર માંથી આવતી સુગંધ તેની માતા માટે મીઠી હોય છે. એક મજુર ને તેની પત્ની તેના માટે દેશી ભાણું બનાવતી હોય ત્યારે તેના એ રસોઈ ની સ્વાદિષ્ટ સુગંધ અનેરી હોય છે. એક ખેડૂત ને જ્યારે મોસમ નો પ્રથમ વરસાદ થાય ત્યારે માટી ની એ મહેક આહ્લાદક હોય છે. એક પ્રેમિકા ને તેના પ્રેમી એ આપેલ પરફ્યુમ ની સુગંધ અનેરી મધ મીઠી હોય છે!!એક કેરી ના ચાહક ને તેની પ્રિય કેસર કેરી ની સુગંધ મન લોભાવક હોય છે. પતિ પોતાની પત્ની માટે ખાસ યાદ કરીને લાવેલ ગજરા, વેણી ની સુગંધ આહ્લાદક હોય છે. એક ફૂડી ને રેસ્ટોરાં માં તૈયાર થતું તેનું ખાસ પંજાબી સબ્જી ની સુગંધ આહ્લાદક હોય છે. એક ભક્ત ને માટે અગરબત્તી ની સુગંધ અનેરી હોય છે. અને એક નવવિવાહિત કપલ માટે તેમના ગળા માં શોભતા ગુલાબ ના સુગંધી હાર ની સુગંધ ,તેમના શરૂ થતાં દામ્પત્ય જીવન ની સુગંધ અત્યંત મનમોહક હોય છે.
This is my blog where i share my thoughts..
Comments
Post a Comment