Skip to main content

પરંપરા સાથે પાશ્ચાત્ય નો મેળાપ

           આલિયા ભટ્ટ, કૃતિ સેનન જેવી એક્ટ્રેસ પોતના ખૂબસૂરત રૂપ સાથે  પરફેક્ટ ચરબી વગરના ફિગર ને લીધે એકદમ  સુંદર લાગતી હોય છે. 

         લાસ્ટ અમુક મૂવી માં કૃતિ સેનન  એ મસ્ત લો કટ બ્લાઉઝ સાથે એકદમ આકર્ષક પાર્ટી વેર  સાડી પહેરી હતી.આજ કાલ તો માર્કેટ માં રેડી ટુ વેર સાડી પણ આસાનીથી મળી જાય છે. જે કેરી કરવી બહુ જ આસાન હોય છે. તેમાં તો પાટલી   વાળેલી જ હોય છે જેથી અલગ થી પાટલી વાળવાની કોઈ જ જરૂર નથી હોતી. બહુ ઓછાં સમયમાં જાતે જ આકર્ષક ઢબે સાડી પહેરી ને  તમે  પાર્ટી નું કેન્દ્ર બની શકો છો. ભારતમાં સાડી એ પારંપરિક પોષક છે. આજે પણ  ભારતના ઘણા શહેરો કે ગામમાં ઘરની નારી 24 કલાક સાડી જ પહેરે છે. એમ કહેવાય છે કે સાડી એ સંપૂર્ણ પોષક છે. વ્યક્તિ પાતળી હોય કે જાડી પણ તેના પર સાડી આપોઆપ નિખરી આવે છે. સાડી કોઈપણ વ્યક્તિ ને સ્યુટ  થાય જ. એક અલગ વ્યક્તિત્વ બનાવવા માટે  સાડી એ સુંદર પોશાક છે. 

       હવે આ જ સાડી ને આજકાલ લોકો એ મોડર્ન ટ્રેન્ડ મુજબ અલગ જ ટચ આપ્યો છે. મસ્ત સુંદર પતલી  અને બારીક , વેઇટ લેસ સાડી,  આકર્ષક લો નેકલાઈન  બેક લેસ બ્લાઉઝ, કમરબંધ, અને  છૂટા વાળ કોઈ પણ પુરુષને આકર્ષિત કરવા પૂરતું છે. એક પરફેક્ટ માપના બ્લાઉઝ સાથે પહેરેલ સાડી તમારો લુક જ બદલી દે છે. 

         આલિયા ભટ્ટ  એ રોકી ઔર રાની કી પ્રેમકહાની મૂવી માં લગભગ સાડી  જ પહેરી છે. તેણે આ મુવી માં દરેક  છોકરી પહેરી શકે એવી સાડી પહેરી હતી. ખરેખર કલાત્મક ઢબે અને પરફેક્ટ માપના બ્લાઉઝ સાથે પહેરેલ સાડી  વ્યક્તિ નું વ્યક્તિત્વ  જ નિખારી દે છે. 

Comments

Popular posts from this blog