Skip to main content

Rocky & Rani ki premkahani

     આજે એક મસ્ત મૂવી "રોકી ઔર રાની કી પ્રેમકહાની" જોયું. વાઉ શું મૂવી છે. બધા મસાલા થી ભરપુર.. પહેલો પાર્ટ તો  ફ્લર્ટ થી ભરપુર, હા બાકી સેકંડ પાર્ટ એકદમ ઇમોશન્સ થી ભરપુર. કોઈ પથ્થર હ્રદય જ હોય જેને એ જોઈને રડવું ન આવે!!આ મૂવીમાં એક  સાથે બે પ્રેમ કહાની એક સાથે ચાલે છે.  ખૂબ બધું શીખવા જેવું છે આ મુવી માંથી. કોઈને દિલથી, કોઈની શરમ વગર અને માન સન્માન આપીને પ્રેમ કેમ કરવો એ જ વાત છે. મૂવી માં .. દરેક પુરુષો અને  બોયઝ એ અચૂક જોવા જેવું મૂવી.   પ્રેમ છીછરો નહિ પરંતુ મનની ગહેરાઈ, પાતાળ જેટલો ઊંડો હોવો જોઈએ. 
     ઇગ્ગો,અને પ્રેમ ની લડાઈ માં હંમેશા પ્રેમ જ જીતે છે. બસ આ જ વાત દરેક પુરુષે યાદ રાખવી જોઈએ. અને  સ્ત્રી સ્વાતંત્ર્ય. જે આજના દરેક ઘરમાં અપનાવવા જેવું છે. Love u Rocky 😜😜💕💕💕❤️❤️❤️✨✨
         
       છું તો સુધી ટાઈપ ની પણ આજે આ રોકી ને જોઇને તો મને પણ ફ્લર્ટ કરવાનું મન થય ગયું.  મને પણ થયું કે બસ એક રોકી હોય મારી લાઇફમાં પણ💕💕😜. ડેરિંગ, ડેશિંગ,  ભાવના વાળો, હસાવવા વાળો, ક્યૂટ રોકી..કોઈ એવું હોત તો ફ્લર્ટ આજે જરૂર કરત!!😜  
    રોકી તુમ ક્યા હો!!? ..love him a lot..

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...