Skip to main content

June

           જૂન નો પહેલો દિવસ છે. મારો બર્થડે  નો મહિનો છે. 21મી  જૂને મારો બર્થડે છે. ખૂબ એકસાઇટેડ પણ છું. પણ એક મન માં ડર પણ છે.  જ્યારે હું બહું ખુશ હોવ ત્યારે જ નજર લાગતી હોય!! કરંટ સીનારિયો ખુશ પણ નથી દુઃખી પણ નથી.. પણ લાઇફે  મારી પાસેથી ખૂબ બધું છીનવી લીધું છે. કદાચ હવે એ સમય આવવાનો છે કે  લાઈફ મને ઘણું  બધું આપે!! સુખી ભવિષ્ય માટે ખૂબ આતુર  છું, પણ મન માં એક ડર પણ છે કે લાઇફ કોઈ રમત તો નહિ રમે ને!! 2024 નું વર્ષ ખૂબ હટકે સાબિત  થવાનું છે.  ખુદ ને ચેલેન્જ આપી છે કે આ વર્ષ માં તો પરણી જવું છે સારી વ્યક્તિ  સાથે ,કદાચ દિવાળી પહેલા જ!!  ફિંગર્સ ક્રોસ 🤞..

           છેલ્લે  સારી વ્યક્તિ નહિ મળે તો વ્યક્તિ ને સારી બનાવવી પડશે!  ના,  હું કોઈ જ્યોતિષ નથી, બસ  લોજિક  લગાડી ને વિચારું છું. જે મારી સાથે મારા પોતાના છે  એ  રિલેશન સાથે રહેશે બાકી જે નથી એ  છોડી ને આગળ વધવાનું એ જ જિંદગી. જિંદગી ઘણી અકલ્પનીય હોય છે!  આપણા વિચાર  થી પરે હોય છે, આપણી કલ્પનાથી પણ પરે હોય છે. 

        જે ગમે એ મળતું નથી, તો જે મળે એને જ  ગમાડી લેવું એ જ જિંદગી નો નિયમ છે. તો જ ખુશ રહી શકાય. ખુશી આસાનીથી નથી મળતી. ખુશી મેળવવા માટે આપણે આપણી આસપાસ દુઃખ ને પણ ખુશી માં ફેરવવું પડે!! જીવનમાં ઘણી બાંધછોડ કરવી પડતી હોય છે એનું જ નામ એટલે જિંદગી. 

          લાઇફ માં મને જે હોય એ જ રહેવું ગમે છે. પણ એક વાત એ પણ છે કે આજકાલ બટરિંગ  મતલબ હા જી હા, ખુશામત કરવાનો જમાનો છે. તમારી જીભ પર સુગર હશે, મધ મીઠી હશે તો જિંદગી માં  તમે આસાનીથી લોકો ના દિલ જીતી શકશો, ઘણું પામી શકશો. કદાચ આ થિયરી હવે મારે પણ અપનાવવી  જોઈએ!! ગુમાવવાનો સમય ગયો, મેળવવાનો સમય આવ્યો.  

         લાઇફમાં હંમેશા ઘણા  ચાન્સ આપે છે તો એ તક ઝડપી લો. નસીબ અને સમય સાથે હશે તો આ ચાન્સ જિંદગી બની જશે, અને નહિ તો એક અનુભવ સમજીને આગળ વધી જવાનું. લાઇફમાં એક પણ જાત નો અફસોસ ન  રહેવો જોઈએ. સમય હતો, તક હતી તો પણ મે  એક કદમ આગળ  ન  વધી, એવું તો બિલકુલ ન થવું જોઈએ. હકીકત માં લોકો ને પસ્તાવો થવો જોઈએ કે ઓહ, સમય હતો, તક હતી પણ મેં તક ગુમાવી!! "કાશ ,આજે આ સાથે હોત તો જિંદગી બહુ સારી હોત!" આ અફસોસ થવો જોઈએ બસ, તો  ઉપરથી નીચે આવવાનો આપણો ફેરો સફળ!! 

       " જીવનમાં એક હદ સુધી જતું કરો ,પણ સાવ એટલું જતું પણ ના કરવું જોઈએ કે બસ બધું જતું  જ કરવું પડે!! " કોઈ સમજદાર વ્યક્તિ  એ આ શબ્દો મને કહ્યા હતા. 

         લાઇફ માં એક વ્યક્તિ  એ મને કહ્યું હતું કે હું બહુ ઓછી નીંદર કરું છું, કારણ કે  લાઇફ માં ઘણું  મેળવવું છે તો અમુક વસ્તુ ને ગુમાવવી પણ પડે. આજથી  મે પણ મારી લાઇફ માં એક એક સેકન્ડ નો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. સમય બહુ જ જલદી સરકી રહ્યો છે, જે આજે છે તે કાલે ના પણ હોય!! તો એ પહેલાં હું  સમય નો ખુબ ઉપયોગ કરી લેવા ઈચ્છું છું. રાતે એક શાંતિ ની  નીંદર માણવા ઈચ્છું કે દિવસભર ના વિચારેલા કે તમામ કામ થઈ ગયા. બસ ત્યાર બાદ 5 કલાક ની ઊંઘ પણ ઘણી શાંતિ આપે!! 

Comments

Popular posts from this blog

 
 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

આજનો રવિવાર..

          દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો.         સામાન્ય દિવાસની  જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ.  થોડે દુર  જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને  બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું,  એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને  બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો  આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...