Skip to main content

Posts

June

           જૂન નો પહેલો દિવસ છે. મારો બર્થડે  નો મહિનો છે. 21મી  જૂને મારો બર્થડે છે. ખૂબ એકસાઇટેડ પણ છું. પણ એક મન માં ડર પણ છે.  જ્યારે હું બહું ખુશ હોવ ત્યારે જ નજર લાગતી હોય!! કરંટ સીનારિયો ખુશ પણ નથી દુઃખી પણ નથી.. પણ લાઇફે  મારી પાસેથી ખૂબ બધું છીનવી લીધું છે. કદાચ હવે એ સમય આવવાનો છે કે  લાઈફ મને ઘણું  બધું આપે!! સુખી ભવિષ્ય માટે ખૂબ આતુર  છું, પણ મન માં એક ડર પણ છે કે લાઇફ કોઈ રમત તો નહિ રમે ને!! 2024 નું વર્ષ ખૂબ હટકે સાબિત  થવાનું છે.  ખુદ ને ચેલેન્જ આપી છે કે આ વર્ષ માં તો પરણી જવું છે સારી વ્યક્તિ  સાથે ,કદાચ દિવાળી પહેલા જ!!  ફિંગર્સ ક્રોસ 🤞..            છેલ્લે  સારી વ્યક્તિ નહિ મળે તો વ્યક્તિ ને સારી બનાવવી પડશે!  ના,  હું કોઈ જ્યોતિષ નથી, બસ  લોજિક  લગાડી ને વિચારું છું. જે મારી સાથે મારા પોતાના છે  એ  રિલેશન સાથે રહેશે બાકી જે નથી એ  છોડી ને આગળ વધવાનું એ જ જિંદગી. જિંદગી ઘણી અકલ્પનીય હોય છે!  આપણા વિચાર  થી...

Billo ni Tera suit patiyala...

         કાલે એક મસ્ત સોંગ જોયું.  https://youtu.be/J1KVE12Y4-M?si=VEQiVCpKvLhslp8S         દિવ્યા ખોસલા કુમાર  સુંદર  અને રૂપકડી એક્ટ્રેસ છે, એમાં પણ પટિયાલા સુટ અને  હાઈ હિલ મતલબ ગજબ નું કોમ્બિનેશન. હું લાઇફ માં પહેલે થી જ હાઇ હિલ પ્રત્યે દીવાની છું. મને ઊંચા લોકો અને તેની સાથે હું પણ ઊંચી લાગુ  એ ગમતું. પેન્સિલ હિલ  પ્રત્યે મારું આકર્ષણ બાળપણ થી જ છે. રેડ લિપસ્ટિક વાળા હોઠ, બિલકુલ ઓછો મેકઅપ,(નેચરલ બ્યુટી),  બંને હાથ માં જુડો (બેંગ્લસ), પટિયાલા ફેશનેબલ બેક લેસ સ્લીવલેસ સુટ, અને સુંદર કાજલ વાળી આંખો... બસ કોઈ ને આકર્ષિત કરવા આટલું ઘણું છે.  આમ  હાઈ હિલ તો ગમે જ છે પણ આજકલ વધુ ગમે છે. હાઈ હિલ ને લીધે એક કોનફિદાન્સ અનુભવું છું. બ્યુટી હંમેશા તેને જ કહેવાય  જે કોઈપણ કપડામાં, મેકઅપ વગર પણ આકર્ષક જ લાગે!! આ ગીત નો ડાન્સ મારો ફેવરીટ છે. મસ્ત ઠુમકા લગાવીને અને પ્રોપર ભાષામાં કહું તો સુંદર ડાન્સ કરીને દિવસના બધા દુઃખ દર્દ ભુલાઈ જાય છે.  આજકાલ આ મારું ફેવરીટ સોંગ બની ગયું છે.  બિલો ની તેરા ....

Goodness..

       આજે એક સરસ રિલ મે જોઈ. લાઇફ માં મને ઘણા પ્રશ્નો થતા હોય છે અમુક ના જવાબ મળે છે અમુક ના ક્યારેય નથી મળતા. જેના નથી મળતા એ સવાલો ને સમય પર છોડી દઉં છું. કે સમય જ તેનો જવાબ મને આપશે.           આપણને  ઘણી વખત એવો સવાલ થતો હોય છે કે જ્યારે હું કોઈ  વ્યક્તિ સાથે સારું કરું છું તો તે વ્યક્તિ મારી સાથે ખરાબ કેમ કરે છે? અને જો એ મારી સાથે ખરાબ કરે છે તો મારે એની સાથે  હવે સારું કરવું જોઈએ કે નહીં?         આપણે માનવમન હંમેશા અપેક્ષા ઘણી રાખીએ છીએ. આપણે દર વખતે એમ ઇચ્છીએ છીએ કે ને આની સાથે સારું કર્યું તો તે વ્યક્તિ પણ મારી સાથે  સારૂં કરશે. પણ હકીકત માં જ્યારે આપણે કોઈની સાથે સારું કરીએ છીએ તો આપણે સમગ્ર બ્રહ્માંડ માં  એ  સારાઇ ફેલાવીએ છે. તો જરૂરી નથી કે એ જ વ્યક્તિ પાસેથી   સારાઇ પાછી આવે,  આપણે કરેલી કોઈ પણ સારું કામ અલગ વ્યક્તિ પાસેથી  અલગ સ્વરૂપમાં જ્યારે  આપણે  તેની જરૂર હોય ત્યારે પાછી આવશે.         એમ કહેવાય છે કે સારું કામ ...

Yoga..

         આજે  વિક નો પહેલો દિવસ .. સોમવાર એક નવી પોઝિટિવ વાઈબ લઈને  શરૂ થાય.. આજ થી યોગા શરૂ કર્યા. એક રિસર્ચ મુજબ તમે જ્યારે કઈક નવું કરો ત્યારે તમારામાં એક  કોનફીડન્ટ ક્રીયેટ થાય  છે, અને તમે કઈક અલગ ફીલ કરો છો. યોગા ને લીધે સ્ટ્રેસ, ડિપ્રેશન દૂર થાય છે. માનસિક શાંતિ મળે છે અને યેસ ગર્લ્સ સ્પેશિયલ શરીર સુંદર બને છે અને એક લચક આવે છે.😜  સો યોગા ને પણ તમારા રોજિંદા શેડ્યુલ માં ઉમેરો અને સ્વસ્થ રહો, સુંદર રહો. દોડધામ ભરી લાઇફ માં આજે યોગા જરૂરી બન્યા છે. So enjoy Yoga.. I m enjoying my yoga's first day..❤️🎉👍..

પરંપરા સાથે પાશ્ચાત્ય નો મેળાપ

           આલિયા ભટ્ટ, કૃતિ સેનન જેવી એક્ટ્રેસ પોતના ખૂબસૂરત રૂપ સાથે  પરફેક્ટ ચરબી વગરના ફિગર ને લીધે એકદમ  સુંદર લાગતી હોય છે.           લાસ્ટ અમુક મૂવી માં કૃતિ સેનન  એ મસ્ત લો કટ બ્લાઉઝ સાથે એકદમ આકર્ષક પાર્ટી વેર  સાડી પહેરી હતી.આજ કાલ તો માર્કેટ માં રેડી ટુ વેર સાડી પણ આસાનીથી મળી જાય છે. જે કેરી કરવી બહુ જ આસાન હોય છે. તેમાં તો પાટલી   વાળેલી જ હોય છે જેથી અલગ થી પાટલી વાળવાની કોઈ જ જરૂર નથી હોતી. બહુ ઓછાં સમયમાં જાતે જ આકર્ષક ઢબે સાડી પહેરી ને  તમે  પાર્ટી નું કેન્દ્ર બની શકો છો. ભારતમાં સાડી એ પારંપરિક પોષક છે. આજે પણ  ભારતના ઘણા શહેરો કે ગામમાં ઘરની નારી 24 કલાક સાડી જ પહેરે છે. એમ કહેવાય છે કે સાડી એ સંપૂર્ણ પોષક છે. વ્યક્તિ પાતળી હોય કે જાડી પણ તેના પર સાડી આપોઆપ નિખરી આવે છે. સાડી કોઈપણ વ્યક્તિ ને સ્યુટ  થાય જ. એક અલગ વ્યક્તિત્વ બનાવવા માટે  સાડી એ સુંદર પોશાક છે.         હવે આ જ સાડી ને આજકાલ લોકો એ મોડર્ન ટ્રેન્ડ મુજબ અલગ જ ટચ આપ્યો છ...

Body shaming

         હમણાં એક છોકરો  જોવા ગઈ હતી.  છોકરા ને આમ બધું ઓકે લાગ્યું. પરંતુ બસ જરા હું પાતળી લાગી.  What rubbish!!!           નાનપણ થી જ હું પાતળી છું. પાતળી એટલે કૃતિ સેનોન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવી કેટેગરી  વાળી. અરે લોકો તું કેટલી પાતળી છો, કેટલી પાતળી છો, કહીને મને એટલું ઇરિટેટ ફીલ કરાવે કે ખરેખર આ શબ્દ જ સાંભળવો ના ગમે!!        આજકાલ લોકો ખાસ કરીને બોયઝ ને જાડી છોકરીઓ ગમતી હોય છે. બોયઝ કદાચ લગ્ન બાબતે સ્વભાવ કે  વફાદારી ચેક નથી કરતા પરંતુ ફેસ, લુક, ફિગર ચેક કરે છે. શું આ જ રીતે છોકરી પસંદ કરતા હોય છે? તો એવા બોયઝ ને કહેવાનું મન થાય કે ભાઈ, તું જેવી ગોતે છે ને   તેવી છોકરી તો કેટલાય ની સાથે ફરી ને આવી હશે!! હા, આજકાલ લોકોને પોતાના રૂપ નું અને દેખાવ નું બહુ ઘમંડ હોય છે!!  અને એ જ રીતે છોકરાઓ છોકરીઓને અને છોકરીઓ છોકરાઓ ને પટાવતી હોય છે. સારી છોકરી કે છોકરો બિચારા ચૂપચાપ બેસી રહે એટલે લોકો તેને  તારા માં તો કંઈ છે જ નહિ એવું સમજી બેસે છે!! અને પાછા લોકો તેને અપમાન કરીન...

Rocky & Rani ki premkahani

     આજે એક મસ્ત મૂવી "રોકી ઔર રાની કી પ્રેમકહાની" જોયું. વાઉ શું મૂવી છે. બધા મસાલા થી ભરપુર.. પહેલો પાર્ટ તો  ફ્લર્ટ થી ભરપુર, હા બાકી સેકંડ પાર્ટ એકદમ ઇમોશન્સ થી ભરપુર. કોઈ પથ્થર હ્રદય જ હોય જેને એ જોઈને રડવું ન આવે!!આ મૂવીમાં એક  સાથે બે પ્રેમ કહાની એક સાથે ચાલે છે.  ખૂબ બધું શીખવા જેવું છે આ મુવી માંથી. કોઈને દિલથી, કોઈની શરમ વગર અને માન સન્માન આપીને પ્રેમ કેમ કરવો એ જ વાત છે. મૂવી માં .. દરેક પુરુષો અને  બોયઝ એ અચૂક જોવા જેવું મૂવી.   પ્રેમ છીછરો નહિ પરંતુ મનની ગહેરાઈ, પાતાળ જેટલો ઊંડો હોવો જોઈએ.       ઇગ્ગો,અને પ્રેમ ની લડાઈ માં હંમેશા પ્રેમ જ જીતે છે. બસ આ જ વાત દરેક પુરુષે યાદ રાખવી જોઈએ. અને  સ્ત્રી સ્વાતંત્ર્ય. જે આજના દરેક ઘરમાં અપનાવવા જેવું છે. Love u Rocky 😜😜💕💕💕❤️❤️❤️✨✨                  છું તો સુધી ટાઈપ ની પણ આજે આ રોકી ને જોઇને તો મને પણ ફ્લર્ટ કરવાનું મન થય ગયું.  મને પણ થયું કે બસ એક રોકી હોય મારી લાઇફમાં પણ💕💕😜. ડેરિંગ, ડેશિંગ,  ભાવના વાળ...