જૂન નો પહેલો દિવસ છે. મારો બર્થડે નો મહિનો છે. 21મી જૂને મારો બર્થડે છે. ખૂબ એકસાઇટેડ પણ છું. પણ એક મન માં ડર પણ છે. જ્યારે હું બહું ખુશ હોવ ત્યારે જ નજર લાગતી હોય!! કરંટ સીનારિયો ખુશ પણ નથી દુઃખી પણ નથી.. પણ લાઇફે મારી પાસેથી ખૂબ બધું છીનવી લીધું છે. કદાચ હવે એ સમય આવવાનો છે કે લાઈફ મને ઘણું બધું આપે!! સુખી ભવિષ્ય માટે ખૂબ આતુર છું, પણ મન માં એક ડર પણ છે કે લાઇફ કોઈ રમત તો નહિ રમે ને!! 2024 નું વર્ષ ખૂબ હટકે સાબિત થવાનું છે. ખુદ ને ચેલેન્જ આપી છે કે આ વર્ષ માં તો પરણી જવું છે સારી વ્યક્તિ સાથે ,કદાચ દિવાળી પહેલા જ!! ફિંગર્સ ક્રોસ 🤞.. છેલ્લે સારી વ્યક્તિ નહિ મળે તો વ્યક્તિ ને સારી બનાવવી પડશે! ના, હું કોઈ જ્યોતિષ નથી, બસ લોજિક લગાડી ને વિચારું છું. જે મારી સાથે મારા પોતાના છે એ રિલેશન સાથે રહેશે બાકી જે નથી એ છોડી ને આગળ વધવાનું એ જ જિંદગી. જિંદગી ઘણી અકલ્પનીય હોય છે! આપણા વિચાર થી...
This is my blog where i share my thoughts..