અત્યારની જનરેશન માં ટાઈમપાસ નું ચલણ વધુ રહ્યું છે.કોઈ છોકરા ને એક છોકરી ગમી , તેની સાથે વાત કરી, હર્યા - ફર્યા , મોજ મસ્તી કરી અને મન ભરાઈ ગયું એટલે પેલી છોકરી ને પડતી મૂકી ને બીજી છોકરી સાથે ફ્લર્ટ અને બીજું બધું.. વાત આજે અહીં સાચા પ્રેમ ની કરવાની છે. ટાઈમપાસ બહુ સરળ વાત છે, પણ પોતાના પ્રોમિસ, પોતાના વચન પર આજીવન કાયમ રહેવું અઘરું તો તે છે Siddhat એક બહુ જ સુંદર મુવી છે, 2019 માં રિલીઝ થયું છે. દરેક યુગલ જે પ્રેમ ને પવિત્ર માને છે તેમણે ખાસ જોવું. બે કપલ ની વાત છે,આપણે ત્યાં એમ માનવમાં આવે છે કે માણસ ની મોટી ઉમર થાય એમ એ પરિપક્વ , મેચ્યોર થતો જાય .. પરંતુ તમે ખુદ આસ પાસ માર્ક કરજો, આ વાત ખોટી છે, ઘણી વાર નાની ઉંમરની વ્યકતિ પણ ખૂબ સમજદારી ભરી વાત કહી દે છે, સમજદારી મહત્વની છે, ઉમર નહિ. એક કપલ છે જે કોલેજ માં રોમાંસ કર્યા પછી લગ્ન કરે છે,અને છોકરો (મોહિત રૈના)અને છોકરી (ડાયેના પેન્ટી) એક બીજાને પ્રેમ ખૂબ કરે છે પણ નાની વાત ને રાઈનો પહાડ બનાવી ડિવોર્સ લે...