દરેક દિવસ આપણી લાઈફમાં એક અલગ યાદ મૂકીને જતો હોય છે. આજનો દિવસ પણ કંઈક એવી જ રીતે મારે માટે યાદગાર રહ્યો. સામાન્ય દિવાસની જેમ આજે પણ હું શાંતિથી મારી મમ્મી એ સોંપેલ કામ,શાકભાજી લેવાનું કામ માટે ઘર ની બહાર ગઈ. થોડે દુર જ શાક વાળા ભાઈ હોય છે. તો આજે એક ગલીમાં ગઈ હજુ શાંતિ થઈ જતીહતી ત્યાં એક કૂતરું રસ્તા માં આવ્યું અને મને બટકું ભરવાની ટ્રાય કરી. મારા પોતાના પુણ્ય કે મારા વેલ વિશેર ની દુઆ થી મેં સદનસીબે આજે ફૂલ સ્લીવ નું ટોપ પહેર્યું હતું, એથી હું બચી ગઈ, જસ્ટટોપ જ ખરાબ થઇ ગયું, બાકી જો મેં સ્લીવ લેસ ટોપ પહેર્યું હોત તો આજે અત્યારે હાલ માં હુ હોસ્પિટલ માં ઈન્જેકશન લાઇ રહી હોત!!! આને શુ કહેવું?!? કદાચ હું માનું કે ના માનુ પણ આ કદાચ એક ચમત્કાર જ કહી શકાય. બાકી આજે હું સ્લીવ લેસ જ ટોપ પહેરવાની હતી,પણ અંત સમયે એ વિચાર મુક્યો અને બીજું ટોપ પહેર્યું.જો ફુલ સ્લીવ ટોપ ના પહેર્યું હોત તો આજે જખમી હોત!! કારણકે કુતરા એ મારું ટોપ ખરાબ રીતે ફાડી નાખ્યું હતું. એના તિક્ષ્ણ દાંત નો શિકાર હું નહિ, ...
This is my blog where i share my thoughts..